સમગ્ર ભારતમાં ફરી એકવાર કોરના કેસ માથુ ઉચકી રહ્યા છે. ગુજરાત સહિત આખા દેશમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં 100થી કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 50 કેસ નોંધાયા છે. જોકે 24 કલાકના સમયગાળા દરમિયાન એક પણ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 29 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન એક પણ મૃત્યુ નથી નોંધાયું. અમદાવાદ કોર્પોરેશનમાં 48 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. આમ અમદાવાદ જિલ્લા અને કોર્પોરેશનમાં કુલ 50 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ પછી વડોદરામાં કોરોનાના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અહીં 25 નવા કેસ નોંધાયા છે. હાલ કુલ 445 એક્ટિવ કોરોના કેસ છે અને બધા સ્ટેબલ છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૪ હાજર કરતા વધારે કેસ નોંધાયા છે. જેને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. દેશમાં ફરીવાર કોરોનામાં ઉછાળો આવતા દેશની તમામ ફલાઇટમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે.