પુત્રીનાં લગ્ન માટે આશીર્વાદ પામવા અંબાણી પરિવારે ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થાનમાં વિશેષ અન્ન સેવા શરૂ કરી છે. અંબાણી પરિવાર જનો તા. ૭થી ૧૦ ડિસેમ્બર દરમિયાન અન્ન સેવા અંતર્ગત ૫૧૦૦ લોકો (વિશેષ કરીને દિવ્યાંગો)ને દરરોજ ત્રણ વખત ભોજન કરાવીને તેમના આશીર્વાદ મેળવશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીનાં લગ્ન આનંદ પીરામલ સાથે નિરધાર્યાં હતા. . .
લગ્ન પહેલા અંબાણી પરિવારની ‘અન્ન સેવા’
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નનો કાર્યક્રમ શરુ થઈ ગયો છે. લગ્નના કાર્યક્રમોમાં અંબાણી પરિવારના લોકો આ સમયે રાજસ્થાનના ઉદયપુરમાં છે. શહેર પ્રત્યે સન્માન દર્શાવવા અને આશીર્વાદ લેવા માટે અંબાણી પરિવારે 7થી 10 દિવસ સુધી 5,100 લોકોને ત્રણ ટાઈમનું ભોજપન પીરસવામાં આવશે.
અન્ન સેવામાં હાજર રહ્યો અંબાણી પરિવાર
ઉદયપુરમાં ચાલી રહેલી આ વિશેષ ‘અન્ન સેવા’માં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય પીરામલ, સ્વાતી પીરામલ સિવાય ઈશા અંબાઈ અને આનંદ પીરામલ હાજર રહ્યા. આ દરમિયાન પરિવારના સભ્યોએ લોકોને જમવાનું પીરસ્યું.
ઈશા અંબાણીએ લોકોને જમાડ્યા
‘અન્ન સેવા’ દરમિયાન ઈશા અંબાણીએ લોકોને જમવાનું પીરસ્યું. જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં સ્થિત અંબાણી એન્ટિલિયામાં થવાના છે.
બાળકોને જમડતા નીતા અને મુકેશ અંબાણી
આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લોકોને પોતાના હાથે જમવાનું પીરસ્યું હતું. ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થામાં આ ‘અન્ન સેવા’ આગામી 10 દિવસ સુધી ચાલવાની છે.
સ્વદેશ બજારનું થશે પ્રદર્શન
મુંબઈમાં થનારા લગ્ન પહેલા 8 અને 9 નવેમ્બરે લેક સિટી ઉદયપુરમાં અંબાણી અને પીરામલ પરિવાર તરફથી પ્રી-વેડિંગ ફંક્શન રાખવામાં આવ્યા છે. લગ્ન સાથે જોડાયેલા કાર્યક્રમો સિવાય અહીં ખાસ ‘સ્વદેશી બજાર’નું પણ પ્રદર્શન થવાનું છે, જેમાં 108 પ્રકારના ભારતીય શિલ્પ અને કલાને રજૂ કરવામાં આવશે.