કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટ બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. નોંધનીય છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઇ રહ્યા હતા.
આપને જણાવી દઇએ કે, તેઓને 6 વખત ડાયાલીસીસ કર્યા હોવા છતાં રિકવરી આવી રહી નહોતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ કોરોના સામેની જંગ તેઓ હારી ગયા હતા.
.
કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર બદરુદ્દીન શેખના નિધન બાદ પક્ષના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે અમદાવાદે એક સાચા જન સેવક ગુમાવ્યા.
2010માં તેઓ AMCના વિપક્ષના નેતા તરીકે રહી ચૂક્યાં છે. જ્યારે 2002-2003માં AMC સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા પણ હતાં. તેઓ અમદાવાદમાં સતત 5 વર્ષથી કોર્પોરેટેર તરીકે ચૂંટાઈ આવતાં હતાં.