રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઝાયડસ લાઈફસાયન્સ લિમિટેડનાં પંકજ પટેલની RBI નાં સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે. અપોઇમેન્ટ કમીટી ઓફ કેબિનેટ (ACC) નાં દ્વારા આ નિમણૂકને ચાર વર્ષ માટે મંજૂરી પણ આપવામાં આવી છે.
પંકજ પટેલ હાલ બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી IIM ઉદયપુરનાં ચેરમેન છે અને IIM અમદાવાદનાં બોર્ડ ઓફ ગવર્નર્સમાં સભ્ય પણ છે. તેઓ અન્ય ઘણી સંસ્થાઓમાં સભ્ય તેમજ પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર બિરાજમાન છે. ઇન્વેસ્ટ ઈન્ડિયા સંસ્થા સહિત, મિશન સ્ટિયરિંગ ગ્રુપ (MSG) અને સ્વાસ્થ્ય મંત્રાલયની ડ્રગ ટેકનિકલ અડવાઇઝરી કમિટીમાં પણ સદસ્ય છે.
તેઓ ગુજરાત કેન્સર સોસાયતીનાં વાઇસ પ્રેસિડેન્ટ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં ચેરમેન પણ છે. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ચેઇન ઝાયડસનાં તેઓ ચેરમેન પદે રહેલા છે. અબજોપતિ બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.