દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને કોરોના રોજ નવા રેકોર્ડ તોડી રહ્યું છે તો સાથે જ મૃતકોની સંખ્યા પણ વધી રહ્યું છે. કોરોના પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારો પણ અનેક પ્રયાસો છે, એવામાં જરૂરી છે કે દરેક નાગરિક કોરોનાના લક્ષણ દેખાય તો તરત પોતાનો ટેસ્ટ કરાવે.
આ સમયે AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય તે અંગે જણાવ્યું છે જેમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવે છે તો તેણે તો તપાસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવે તો સૌથી શુગર, હાર્ટ કે બીપીની તકલીફ હોય તો તરત કંટ્રોલ કરવાની જરૂર છે. આ સિવાય ઘરે પણ આઈસોલેશનની વ્યવસ્થા છે તો ઘરે જ રહેવું અને સાથે જોતા રહેવું તે તમારું ઓક્સીન લેવલ ઓછું ન થાય.
જે લોકોની ઉંમર વધારે હોય પણ બીમારી ગંભીર ન હોય તો તરત હોસ્પિટલ જવું જોઈએ? ઉંમર વધારે હોય પણ લક્ષણો સામાન્ય હોય તો ઘરે જ આઈસોલેટ રહેવું જોઈએ. શક્ય હોય તો તમે કોવિડ સેન્ટર જાઓ તે યોગ્ય છે. અહીં તમે સતત ડોક્ટરની દેખરેખમાં રહી શકો છો.
જેમને કોરોના થયાને 10 દિવસનો સમય થયો છે અને 3 દિવસથી તાવ આવ્યો નથી અને કોરોનાના કોઈ લક્ષણો પણ નથી તો તમે લોકોને મળી શકો છો. પરંતુ તમારો આરટી પીસીઆર ત્યારે પણ પોઝિટિવ હોઈ શકે છે. કેમકે આરટી પીસીઆર ડેડ વાયરસને પણ પિક કરે છે.
ડો. ગુલેરિયા કહે છે કે ભોજનથી વાયરસ ફેલાતો નથી. જ્યારે બહારથી કંઈ મંગાવો છો તે ડબ્બાને હૂંફાળા પાણીથી ધોઈ લો. શાક ધોઈને ફ્રિઝમાં રાખો અને સ્ટોર કર્યા બાદ હાથ સાફ કરવાની આદત રાખો.