વડોદરા શહેરમાં પહેલા વરસાદી ઝાપટામાં જ વડોદરામાં રોડ ચિકણા થતાં જુદા-જુદા વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાના સાતથી આઠ બનાવ બન્યા છે. જેમાં કેટલાક અકસ્માતની ઘટના લોકોએ મોબાઇલમાં કેદ પણ કરી હતી. ચોમાસાની શરૂઆત થઇ છે અને વડોદરામાં હજુ વાદળછાયું વાતાવરણ છે. વડોદરા શહેરમાં ક્યાંક ક્યાંક વરસાદીની ઝરમર વરસી છે, પરંતુ, તેના કારણે રોડ ચિકણા થતાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ ન્યુ સમા અને અલકાપુરી રોડ પર બની છે. બંને જગ્યાએ લગભગ સાતથી આઠ ટુ-વ્હીલર ચાલકો પડ્યાના બનાવ બન્યા છે અને તેમાં કેટલાકને સામાન્ય ઇજાઓ પણ થઇ છે.
ચોમાસાની સિઝન શરૂ થતાં પહેલો વરસાદ આવ્યો છે. જેથી આખું વર્ષ રોડ પર ઓઇલ સહિતની ચિકાસવાળા પદાર્થ ઢોળાયા હોય છે, જેથી પ્રથમ વરસાદમાં રોડ લપસણા બન્યા છે. જેથી ચોમાસાના શરૂઆતી દિવસોમાં વાહન ચાલકોએ વાહન જાળવીને ચલાવવું હિતાવહ છે.