બોલિવૂડની સાથે સાથે હોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલ અભિનેતા ઇરફાન ખાનનો કોઈ પરિચય આપવાની આમ તો જરૂર ન પડે. કારણ કે એની પ્રતિભા જ કંઈક એવી હતી કે તેને દેશ-દુનિયામાં લોકો ઓળખતા હતા. બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાના અભિનયની છાપ છોડનારા ઇરફાનનું ગત મોડી રાત્રે દુઃખદ નિધન થયુ. છેલ્લા કેટલાક વર્ષોમાં અભિનેતા ઈરફાન ખાન સુપરસ્ટારડમ મેળવવામાં સફળ રહ્યા હતા..
બહુમુખી પ્રતિભા ઇરફાન લોકોથી થોડા હટકે રહીને જીવનારા લોકોમાં શામેલ છે. કદાચ આ જ કારણ છે કે તે પઠાણ પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં શુદ્ધ શાકાહારી છે. ખમતીધર અભિનેતા ઈરફાનના નિધનથી બોલીવૂડે જ નહી પણ કરોડો ચાહકોએ પણ આંચકો અનુભવ્યો છે.
હોલીવૂડમાં પણ આગવી છાપ છોડનાર ઈરફાન ખાન વાસ્તવિક જીવનમાં પણ જરા હટ કે પ્રકારનો સ્વભાવ ધરાવતા હતા. જેમ કે પઠાણ પરિવારમાં જન્મ્યા પછી પણ ઈરફાન આજીવન શાકાહારી રહ્યા હતા. જયપુરમાં પઠાણ પરિવારમાં જન્મેલા ઈરફાનનુ પુર નામ ઈરફાન અલી ખાન હતુ. તેમના પિતા જાગીરદાર ખાન હતા અને ટાયરનો વેપાર કરતા હતા.
ઈરફાન પહેલેથી જ મીટ ખાતો નહોતો અને તેના કારણે જ તેના પિતા મજાકમાં કહેતા હતા કે, ઈરફાન પઠાણ પરિવારમાં પેદા થયેલો એક બ્રાહ્મણ છે.
ઈરફાનને તેના શિકાર પર લઈ જતા હતા.જંગલનુ વાતાવરણ ઈરફાનને ગમતુ તો હતુ પણ તેને જાનવરોનો શિકાર પસંદ નહોતો.ઈરફાન હંમેશા પૂછતા કે આ જાનવરોનો શિકાર થયા બાદ તેમના પરિવારનુ શું થતુ હશે. આ જ કારણે રાયફલ ચલાવતા આવડતુ હોવા છતા તેમણે જાતે ક્યારેય શિકાર કર્યો નહોતો.