બોલીવુડ ફિલ્મોના વિલન એટલે કે, સંજય દત્તને બધા જાણે જ છે. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં દમદાર અભિનય કરીને લાખો લોકોના દિલો પર પોતાના અભિનયની છાપ છોડી હતી. વિજય સંજય દત્ત પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા, એટલું જ નહિ તેમની પર્સનલ લાઈફ વિવાદોથી ઘેરાયેલી હતી. તેમના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ હોવા છતાં, પણ તેમણે ક્યારેય હાર માની નહીં. હવે તે પોતાની પત્ની માન્યતા દત્ત સાથે ખુશીથી જીવન વિતાવી રહ્યા છે. સંજય દત્ત અને માન્યતા દત્તને બોલીવુડ ફિલ્મના પાવર કપલ પણ માનવામાં આવે છે. માન્યતા દત્તે તેના જીવનના 42 વર્ષ પૂરા કર્યા છે. આજે અમે તમને માન્યતા દત્ત વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ જ પહેલા જાણતા હશો.
માન્યતા દત્ત બોલીવુડ ફિલ્મના કરિયર બનાવવા માગતી હતી, પણ કોઈ ફિલ્મમાં કામ ન મળવાને કારણે તેમણે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. જે પછી માન્યતા દત્તને ફિલ્મ ‘લવર લાઈક અસ’માં તેના અભિનયની ઝલક બતાવવાનો મોકો મળ્યો હતો. સંજય દત્તે આ ફિલ્મના રાઈટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.
આ ફિલ્મ દરમિયાન માન્યતા અને સંજય દત્ત પહેલીવાર મળ્યા હતા. સંજય દત્ત અને માન્યતાની ઉંમરમાં મોટો તફાવત છે, સંજય દત્ત માન્યતા કરતા 21 વર્ષ મોટા છે, પણ બંનેનો પ્રેમ એટલો સાચો હતો કે, તેની વચ્ચે ક્યારેય ઉંમરની દીવાલો આવી ન હતી. જે પછી બંનેએ 7 ફેબ્રુઆરી 2008ના રોજ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. જ્યાં લગ્ન સમયે એ વાતની ઓળખ થઈ હતી કે, 29 વર્ષની ઉંમરે સંજય દત્તે પોતાના જીવનના 50 વર્ષ પૂરા કરી લીધા હતા.
લગ્ન કર્યા પછી, સંજય દત્ત અને માન્યતા જોડિયા બાળકોના માતાપિતા બન્યા હતા. શરણ અને ઇકરા આ જોડીના બાળકોના નામ છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેઓ પોતાના ફેમિલી સાથે જોડાયેલી કોઈ ને કોઈ માહિતી તેમના ફેન્સ સાથે શેર કરે છે. માન્યતા દત્ત ન માત્ર એક્ટરનું ઘર સારી રીતે સંભાળી રહી છે, પણ તે તેના પ્રોડક્શન હાઉસની સીઈઓ પણ છે.
માન્યતા દત્તનો જન્મ 22 જુલાઈ 1978ના રોજ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. સંજય દત્ત સાથે લગ્ન કરતા પહેલા માન્યતાનું નામ દિલનવાઝ શેખ હતું અને તેમનો ઉછેર દુબઈમાં થયો હતો; માન્યતા બોલીવુડ ફિલ્મ જગતમાં સારા ખાન તરીકે જાણીતી હતી. આ અભિનેત્રીએ 2008માં આવેલી ફિલ્મ ‘દેશદ્રોહી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પ્રકાશ ઝાએ સ્ક્રીન નેમને ઓળખ આપી હતી, પણ જ્યારે માન્યતા દત્તના પિતાનું અવસાન થયું, ત્યારે તેની સ્ટાર બનવાની ઈચ્છા પણ તેના પિતા સાથે ચાલી ગઈ હતી. આજે આ અભિનેત્રી તેના પતિ અને તેમના બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા છે.