ફિલ્મમાં સૌપ્રથમ વખત સચિન-જીગર ગીત ગાતા નજરે આવી રહ્યાં છે
ગુજરાતઃપ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલા રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉં’ અને સિઝનનું પરફેક્ટ વેડિંગ નંબર‘મુરતિયો મૂડમાં નથી’ સાથે પ્રેક્ષકોને રોમાંચિત કર્યા બાદ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ટ્રેક ‘ઘેલો રે ઘેલો’ કે જે વિચિત્ર અને રમુજી છે તેને રીલિઝ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી,આપણે પ્રખ્યાત મ્યુઝિકલ ડ્યુઓ સચિન-જીગરને સંગીતકાર અને ગાયક તરીકે જોયા છે,પરંતુ આ પહેલીવાર હશે જ્યારે પ્રેક્ષકો સચિન-જીગરને ગુજરાતી ફિલ્મના ગીતમાં જોઇ રહ્યાં હશે.
મ્યુઝિકલ ડ્યુઓ સચિન-જીગર દ્વારા સંગીત કંપોઝ આવ્યું છે, આ ગીતના શબ્દો ફિલ્મના મૂડને ધ્યાનમાં રાખીને ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે, જેને સચિન સંઘવી અને જીગર સરૈયાએ ગાયું છે.
‘ઘેલો રે ઘેલો’ એ એક નૉન-સ્ટોપ એન્ટરટેઇનિંગ સોન્ગ છે, જે પ્રેક્ષકોને તે જ સમયે તે નાયક માટેની અનુભૂતિ કરાવશે, જે પોતાના જીવનમાંથી ઘણી વસ્તુઓને પૂર્વવત્ કરવા ઇચ્છુક છે. આ ગીત ઉન્માદ અને આનંદી ક્ષણોને દર્શાવે છે,જેમાં આપણા મુખ્ય પાત્ર સુમિત ગાંધી (પ્રતિક ગાંધી) પોતાના જીવનમાંથી પસારથઇ રહ્યા છે.
‘ઘેલો રે ઘેલો’કંપોઝ કરવા પર મ્યુઝિકલ ડ્યુયો સચિન-જીગર જણાવે છે, “ઘેલો રે ઘેલો એક મેડ સોન્ગ છે, જે ફિલ્મના સારને ખરેખર સારી રીતે દર્શાવે કરે છે. આ સોન્ગને કંપોઝ કરતી વખતે અમને ખૂબ જ મજા આવી અને પહેલીવાર દર્શકો અમને ગુજરાતી ફીચર ફિલ્મમાં ગીત પર પરફોર્મ કરતા જોશે. આ સોન્ગ એક પેપી નંબર છે અને મૂવીમાં પ્રતિકના પાત્રના ઉન્માદ અને રોલર કોસ્ટર રાઇડને હાઇલાઇટ કરે છે.”
‘વ્હાલમ જાઓ ને’ એક મલ્ટી-સ્ટારર રોમેન્ટિક કોમેડી છે, જેનો રોલર કોસ્ટર પ્લોટ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે, જેને માત્રને માત્ર થિયેટર્સમાં જ જોવો જોઈએ.
અહીં ગીત જુઓ –
જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયો અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત તેમજ હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત‘વ્હાલમ જાઓ ને’ પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, કવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ અભિનિત છે. જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.