ગુજરાતના ગણા કલાકારને આપણે જાણતા હોઈએ છીએ, પણ તમે એ જાણો છો કે આ કલાકાર કયા ગામના છે. અને શું તમને એ પણ ખબર છે કે આ કલાકારોએ અહિયાં સુધી પહોચવા માટે તેમના જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે. આ બધુજ અમે તમને આ લેખ દ્વારા જણાવીશું. તો ચાલો જાણીએ આ પ્રખ્યાત કલાકારોના જીવન વિશે.
વિક્રમ ઠાકોર: ગામ – ફતેહપુર
વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરા ગામના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. વિક્રમ ઠાકોર શરૂઆતમાં ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી “એકવાર પિયુને મળવા આવજે “ ફિલ્મ કરી જે સફળ રહી. ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.
તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે. આ સિવાય તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના ‘સુપર સ્ટાર’ ગણાવ્યા છે. વિક્રમ ઠાકોર હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે.
ગીતા રબારી: ગામ – તપ્પર
31-12-1996ના રોજ જન્મેલી ‘કચ્છી કોયલ’ તરીકે જાણીતી ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે.
માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે જે ગીતો ગયા છે તેમાં રોણા શેરમા અને એકલો રબારી આ બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે એક ગરબાનો આલ્બમ કર્યો છે.
કીર્તીદાન ગઠવી: ગામ – વાલવોડા
કીર્તીદાન ગઠવી આણંદ જીલ્લાના વાલવોડા ગામના વતની છે. પરંપરાગત મધમીઠા કંઠ અને જીભ માટે વિખ્યાત ગઢવી (ચારણ) કુળમાં જન્મ. લોક માન્યતા અનુસાર કહેવાય છે કે ગઢવી (ચારણ) ની જીભે અને કંઠે વિધા અને સંગીત ના દેવી માં શારદા નો કાયમી વાસ હોય છે. કીર્તીદાન ગઠવી નો ઉછેર એક સર્વ સામાન્ય ગ્રામીણ બાળકની જેમ ગામડાંમાં જ થયો છે.
તેમણે નાનપણથી જ તે સમય ના સંગીતજ્ઞ ગાયકોના ગીતો સાંભળવાનો તેમજ ગાવાનો ખુબજ શોખ હતો. તેમણે પોતાના ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ અને ભાદરણ ની હાઇસ્કૂલમાં હાયર સેકન્ડરી સ્કૂલનું શિક્ષણ મેળવ્યું છે. તેમણે ગણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.
ગમન સંથલ: ગામ – સાંથલ
એક એવા કલાકાર જેણે પોતાના મીઠા અવાજથી પુરા ગુજરાતને ઘેલું લગાડ્યું, અને રબારી સમાજનું રતન એવા ગમન સંથલ મહેસાણા જીલ્લાના સાંથલ ગામના વતની છે. જે ગાયક, ગીતકાર, અને ભુવાજી છે. તેઓ રબારી સમાજના ખુબજ લોક પ્રિય ગાયક કલાકાર છે. તેઓ પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લખાવે છે. તેમના પત્નીનું નામ મીતલબેન છે અને તેને ૩ બાળકો છે.
કિંજલ દવે: ગામ – જેસંગપુરા
ચાર ચાર બંગડીવાળી ગાડી ‘ થી ફેમસ કિંજલ દવે મીઠા સ્વર સાથેની ગુજરાતી ગાયિકા છે. કિંજલ દવેનો જન્મ વર્ષ 1999 માં બનાસકાંઠા જીલ્લામાં થયો હતો. કિંજલના પિતા અમદાવાદમાં ડાયમંડનું કામકાજ કરે છે. તેમનું વતન પાટણ છે અને તેઓ જેસંગપુરા ગામના વતની છે પરંતુ તેઓ અમદાવાદમાં તેમના માતા-પિતા અને નાના ભાઇ સાથે રહે છે.
જ્યારે કિંજલ 7 વર્ષની હતી ત્યારથી તે સંગીતમાં રસ ધરાવતી હતી. તે વખતે તેના પિતા અને કાકાએ ગુજરાતી ગીતો લખ્યાં હતાં. સંગીતના પ્રેમી પિતા અને કાકા મનુભાઈ રબારીને તેમની સંગીત કારકિર્દી શરૂ કરવા માટે કિંજલ દવે તેણી નાની ઉંમરે તેણીના લેગગિટ આલ્બમ ‘જાનદિયો’ સાથે પ્રખ્યાત થઈ હતી. કિંજલે 100 થી વધુ આલ્બમ કર્યા છે કિંજલ વાર્ષિક 200 કરતાં વધુ કાર્યક્રમો પ્રદાન કરે છે. દેશવિદેશમાં વસતા ગુજરાતીઓમાં કિંજલ દવેની લોકપ્રિયતા છે.
કાજલ મહેરિયા: ગામ – ગોઠવા
ગુજરાતના લોક્લાડીયા કલાકાર એવા કાજલ મહેરિયાનું જન્મ સ્થળ મહેસાણા જીલ્લામાં આવેલું નુંગાર ગામ છે. તેઓ હાલ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં રહે છે. તેમને નાનપણથી જ ગાવાનો શોખ હતો. તેઓ નાનપણમાં સ્કુલના પોગ્રામમાં ગીતો ગાતા હતા. તેમણે ગણા લોકપ્રિય ગીતો ગાયા છે. આ સિવાય તેમેને હિન્દી ગીતો ગાવા ખુબજ ગમે છે.
ગુજરાતી કલાકારોમાં નરેશ કનોડિયા અને રોમાં માણેક તેમના ફેવરીટ છે. કાજલને યાદગાર બનાવનારું ગીત ”બેવફા તુને મુજકો પાગલ હી કર લિયા”આ ગીત કાજલ નું લોકોએ બહુજ વખાણ્યું હતું તેથી આખા ગુજરાત માં કાજલ ને લોકો કાજલ મહેરિયા તરીકે ઓળખવા લાગ્યા છે.
રાકેશ બારોટ: ગામ – વડવાળા
એક એવા કલાકાર જેના દરેક ગીતો ગુજરાતમાં ધૂમ મચાવતા હોય છે. તેઓ એક પ્રખ્યાત ગાયક કલાકાર અને અભિનેતા છે. તેઓ ગુજરાતના પાટણપરગણાથી વડવાળા ગામના વતની છે.
તેમના પિતાનું નામ શબુરભાઇ બારોટ છે. તેમને બાળપણથી જ ગાવાનો ખુબજ શોખ હતો. તેમના લોકપ્રિય ગીતોમાં ‘બૈરું ગયું પિયર’, ‘બોલવાના પૈસા નથી’, ‘લે કચૂકો લે’ વગેરે છે. આ સિવાય તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
વિજય સુવાળા: ગામ – સુંવાળા
ઉત્તર ગુજરાતના નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને ટ્રિબ્યુટ આપતા પોતાની અટક જ સુંવાળા કરી છે. 4 જી ઈન્ટરનેટ ના જમાનામાં હર કોઈ પોતાની આગવી એક કળા ને યુટ્યુબ ની દુનિયા માં બતાવી રહ્યા છે. આપણે આજે એવાજ એક ફેમસ સિંગર વિષે વાત કરવા જઈ રહ્યા છે જેમનું નામ આજે ગુજરાત ના દરેક લોકો સારી રીતે જાણે છે. જેમનું નામ વિજય સુંવાળા છે.
જેઓ મોટી મૂછો અને મોટી દાઢી માં અને વધારેલા વાળ સાથે દર્દિલા ગીતો ની રમઝટ બોલાવે છે. તેમના લોકપ્રિય ગીતોમાં મહોબત ખપે બીજું કઈ ન ખપે, દુનિયા ડોલે છે, આજ સમય તારો કાલ મારો આવશે, જીગર જાન છે.
જીજ્ઞેશ કવિરાજ: ગામ – ખેરાલુ
જીજ્ઞેશ કવિરાજ ગુજરાતના મહેસાણા જીલ્લાના ખેરાલુ ગામના વતની છે. તેમના પિતાનું નામ હા=સમુખભાઈ બારોટ છે અને તેઓ પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. વિવિધ ગુજરાતી સંગીત આલ્બમ- ફિલ્મોમાં 200 થી વધુ ગીતો ગાઈ ગુજરાતભરમાં લોકપ્રિયતા મેળવનાર જીજ્ઞેશ કવિરાજની શૈલી અન્ય ગુજરાતી ગાયકો કરતા સહેજ અલગ છે. ઘણા લોકોનું માનવું છે કે તેઓની શૈલી હિન્દી ગાયક અલ્તાફ રાજા સાથે મળતી આવે છે.
તેઓને નાનપણથી જ ગાવાનો શોખ રહ્યો હતો અને આ કલાને પ્રોત્સાહન મળતાં તેઓ આ મુકામ સુધી પહોંચ્યા. ગુજરાતી લોકગાયક મણિરાજ બારોટને તેઓ પોતાના પ્રેરક માને છે. 2017 માં ભગવાન વાઘેલાના જાનુ મરી લાખોમા ઇકે સાથે ગાયક અને અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. તેમના આલ્બમ “બેવફા તને દૂરથી સલામ” ને ખુબ સફળતા મળી છે. આ આલ્બમના ‘હાથમાં છે વીસ્કી ” ને દુનિયાભરના 7.3 કરોડ જેટલા દર્શકો મળ્યા છે.