વર્ષ 2018 માં ઘણી ટીવી અભિનેત્રીઓએ તેમની કારકિર્દીની શરૂઆત કરી છે. આમથી કેટલીક અભિનેત્રિઓએ પોતાની પહેલી જ સીરીઅલથી લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આજે અમે તમને આવીજ 10 અભિનેત્રીઓ વિશે જણાવીશું જેણે આ વર્ષે તેમની કારકિર્દી ની શરૂઆત કરી છે.
૧. વૈશાલી ઠક્કર
વૈશાલીએ સબ ટીવીના શો ‘સુપર સિસ્ટર્સ’ થી ટીવી જગતમાં પ્રવેશ કર્યો છે. પરંતુ થોડા એપિસોડ પછી આ શો બંધ થઈ ગયો હતો.
૨. પલક જૈન
પલક જૈને આ વર્ષે તેની પ્રથમ સીરીયલ ‘યે પ્યાર નહિ તો ક્યાં હૈ’ થી ટીવી જગતમાં પ્રવેશ કર્યો છે. આ સિરિયલ સોની ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી.
૩. અદિતિ શર્મા
અદિતિએ જી.વી. ટીવીની સિરિયલ ‘કલીરે ‘સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. તે આ સીરીયલમાં લીડ રોલ કરી રહી છે.
૪. તનિષા શર્મા
તનિષાએ ટીવી જગત માં કલર્સ ચેનલની સીરિયલ ‘ઇન્ટરનેટ વાલા લવ ‘ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે.
૫. રીમ શેખ
તેમણે પ્રખ્યાત ટીવી શો ‘કુછ તો હૈ તુજ રાબતા’ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. આ સિરિયલમાં રિમ મુખ્ય ભૂમિકા ભજવે છે.
૬. ગરિમા સિંહ રાઠોડ
ગરિમાએ ઝી ટીવીની હોરર સિરિયલ મનોમોહિની સાથે તેમની કારકિર્દીની કરી છે.
૭. અવિનીત કૌર
અવનીત કૌર સીરિયલ ‘અલાદીન’ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. તેણીએ આ સિરિયલમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે અને તેની આ સિરિયલ પણ હિટ થઇ છે. આમાં સિદ્ધાર્થ નિગમ અવિનીત કૌરની મુખ્ય ભૂમિકામાં છે અને આ સીરીઅલ સબ ટીવી પર પ્રસારિત થાય છે.
૮. આકૃતિ શર્મા
આકૃતિએ સ્ટાર પ્લસ ના શો ‘કુલ્ફી કુમાર બાજે વાલા’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. આ સીરીયલ ધીમે ધીમે હિટ થઇ રહ્યો છે.
૯. કનિકા માન
કનિકાએ ઝી ટીવી ની સિરિયલ ‘ગુદ્દન તુમસે ના હો પાયેગા’ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. જણાવી દઈએ કે આ સીરીયલની વાર્તા ખૂબ જ રસપ્રદ છે જે લોકોને ખૂબ ગમી છે.
૧૦. મલ્લિકા સિંઘ
મલ્લિકાએ તેની કારકિર્દીની શરૂઆત સ્ટાર ભારત ની સીરિયલ ‘રાધા ક્રિષ્ના’ થી કરી છે.