લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ફેવરિટ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે નવો ઇતિહાસ રચ્યો છે, આ સિરિયલ 2008થી શરૂ થઈ છે. આ સિરિયલે હાલમાં જ 3500 એપિસોડ પૂરા કર્યા છે. હિંદી સિરિયલમાં પહેલી કોમેડી સિરિયલ છે, જેના 3500 એપિસોડ પૂરા થયા છે.
સિરિયલના 3500 એપિસોડ પૂરા થતાં અસિત મોદીએ સેટ પર કેક કટ કરીને સેલિબ્રેશન કર્યું હતું. કેક કટિંગ સેરેમનીમાં અસિત મોદી ઉપરાંત જેઠાલાલ ,બાઘા, સોઢી, નવા નટુકાકા ,ડિરેક્ટર માલવ રાજડા તથા અન્ય ક્રૂ મેમ્બર્સ હોય છે. જેઠાલાલે કેક કાપી હતી. સેટને ડેકોરેટ પણ કરવામાં આવ્યો હતો.
ડિરેક્ટર માલવ રાજડાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘જીવન માઇલસ્ટોનનું નહીં, પરંતુ ક્ષણોનું નામ છે… અને 3500 એપિસોડની આ જર્નીમાં અગણિત ક્ષણો છે. આ શાનદાર જર્ની માટે અમારી પૂરી ટીમનો આભાર… સૌથી મોટો આભાર દર્શકોને, તેમણે આ વાત સંભવ બનાવી છે.’
હાલમાં શોમાં ટપુનો રોલ પ્લે કરી રહેલો રાજ અનડકટ શો છોડી રહી રહ્યો છે, પરંતુ શોના મેકર્સે આ વાત વિશે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. આ પહેલા મહેતા સાહેબ એટલે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું હતું