સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી પણ વધારે થઇ ગયુ છે. આ એક મહિનામાં તેના જીવનની કેટલીક ઘટનાઓ પણ સામે આવી છે. મુંબઈ પોલીસની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. પોલીસ સતત ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. આ દરમ્યાન મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે મોટું નિવેદન આપ્યું છે.
મળતી માહિતી મુજબ અનિલ દેશમુખે સુશાંત કેસમાં ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટની પૂછપરછ કરવાની વાત કરી છે. તેમને કહ્યું છે કે આ કેસમાં મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. અનિલ દેશમુકહે એ પણ જણાવ્યું કે આ કેસમાં હવે કરણ જોહરના મેનેજરની પણ પૂછપરછ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ જો જરૂર પડશે તો ખુદ કરણ જોહરને પણ હાજર થવા માટે કહેવામાં આવશે.
ત્યારે હવે આ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે,હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મહેશ ભટ્ટની પૂછતાછ થવી આ કેસમાં મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. સુશાંતની મોટ બાદથી જ મહેશ ભટ્ટને સોશ્યલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. તેમના પર નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે.
ત્યારે મહેશ ભટ્ટની સાથે હવે આ મામલે કરણ જોહરનું નામ પણ સામે આવી રહ્યુ હતું અને તેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, હવે ખુદ રાજ્યના ગૃહમંત્રી જણાવી રહ્યા છે કે કરણ જોહરના મેનેજરની પૂછપરછ કરવામાં આવશે અને કરણ જોહરને પણ બોલાવવામાં આવી શકે છે.
સુશાંતના નિધન બાદ મહેશ ભટ્ટને સોશ્યલ મિડીયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તે નેપોટીઝમને આગળ લઇ જઇ રહ્યા છે તેને રિવાજ બનાવી રહ્યાં છે. મુંબઇ પોલિસ મહેશ ભટ્ટની પૂછપરછ કરશે અને તેમના નિવેદનને રેકોર્ડ કરશે, ત્યારે તે જોવાનું રહે છે કે મહેશ ભટ્ટ પોલિસને શું નિવેદન આપે છે.