સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે.
મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં સર્વોચ્ચ અદાલત ચુકાદો આપ્યો છે.
જસ્ટિસ હૃષિકેશ રાયની પીઠે આ ચુકાદો આપ્યો છે. નોંધનીય છે કે રિયા વિરુદ્ધ બિહારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રિયા તરફથી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી
ગત મંગળવારે સર્વોચ્ચ અદાલતે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો જેમાં જસ્ટિસ હૃષિકેશ રાયની બેંચએ સુનાવણી કરી હતી. સિનિયર એડવોકેટ મનીંદર સિંહ બિહાર સરકાર તરફથી જ્યારે એએમ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર જ્યારે શ્યામ દિવસ રિયા તરફથી કોર્ટમાં હાજર થયા હતા.
વિકાસ સિંહે સુશાંત સિંહના પરિવારનો પક્ષ કોર્ટ સામે મૂક્યો હતો. સુનાવણી બાદ આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર સર્વોચ્ચ અદાલતે ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો. નોંધનીય છે કે આ સુનાવણીમાં રિયાના વકીલે કહ્યું હતું કે અભિનેત્રી સુશાંત સિંહથી પ્રેમ કરતી હતી અને તેમના મોત બાદથી જ તે આઘાતમાં છે.
રિયાના વકીલે કહ્યું કે પટનામાં જે FIR નોંધવામાં આવો છે તે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ.રિયાના વકીલે કહ્યું કે પટનામાં ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે ઘટના તો ત્યાં થઇ જ નથી. 38 દિવસ થયા પછી FIR દાખલ કરવામાં આવી. જો આ મામલો પટનાથી મુંબઈ ટ્રાન્સફર નથી થયો તો રિયાને ન્યાય નહીં મળે.