કોરોના કાળમાં રિયલ હિરો બનેલા એક્ટર સોનુ સૂદે લોકડાઉનમાં જરૂરિયાતમંદની ખૂબ મદદ કરી છે અને અત્યારે પણ તે જરૂરિયાતમંદની મદદ કરવા હંમેશા આગળ રહ્યા છે.તેણે પોતાની મદદનો વ્યાપ વધુને વધુ વિસ્તાર્યો છે. પહેલા જ સોનૂ સુદ ફક્ત લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરી રહ્યો હતો, હવે તે ખેડૂતોને ટ્રેક્ટર આપવાથી લઇને નોકરીઓ આપવા સુધી જેવા કામ કરવા લાગ્યો છે.
ત્યારે 30 જુલાઇએ સોનૂ સુદ પોતાનો 47મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તે પોતાના બર્થડે પર શાનદાર બોલીવુડ પાર્ટી નથી આપી રહ્યો પરંતુ તેણે આ અવસરે પણ લોકોની મદદ કરીને પુણ્ય કમાવાના પ્રયાસ કર્યા છે.
સોનૂ સુદે સોશિયલ મીડિયા પર એલાન કર્યુ છે કે તે હવે પ્રવાસીઓને નોકરી અપાવવામાં મદદ કરશે. પૂરગ્રસ્ત બિહાર અને આસામમાં તે આ અભિયાનને ઝડપથી ચલાવવાનો છે.એક્ટરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, મારા જન્મદિવસના અવસર પર મારા પ્રવાસી ભાઇઓ માટે http://PravasiRojgar.comનો 3 લાખ નોકરીઓ માટે મારો કરાર. આ તમામ સારા વેતન PF,ESI અને અન્ય લાભ પ્રદાન કરે છે.
મળતી માહિતી મુજબ સોનૂ સુદે પ્રવાસી રોજગારના નામે નવુ અભિયાન શરૂ કર્યુ છે. તેણે અનેક મોટી કંપનીઓ સાથે કરાર પણ કર્યો છે. પૂરના કારણે આસામ અને બિહારમાં લાખો લોકો પ્રભાવિત છે અને અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.
હવે આ તમામની મદદ માટે સોનૂ સુદ આગળ આવ્યો છે. સોનૂની આ પહેલ તે તમામ લોકો માટે એક નવી આશાની કિરણ લઇને આવી છે જેમણે આ પૂરમાં પોતાનુ સર્વસ્વ ગુમાવ્યુ છે.
તેની પહેલા સોનૂ સુદે અલગ-અલગ રીતે લોકોની મદદ કરી છે. તાજેતરમાં જ તેણે એક ખેડૂતને બે બળદ આપ્યા હતાં જેથી તેને ખેતી કરવામાં મદદ મળી શકે. સોનૂએ એક ખેડૂતને ટ્રેક્ટરની પણ ભેટ આપી હતી. સોનૂ સુદનું આ સ્વરૂપ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે સૌકોઇની નજરમાં આજે રિયલ લાઇફ હીરો બની ગયો છે.