લોકડાઉનમાં બધાના લોકપ્રિય અને સુપર હિરો બનેલા સોનું સુદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે,લોકડાઉન દરમિયાન મુંબઈમાં ફસાયેલા હજારો પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડીને બોલિવુડ એક્ટર સોનૂ સૂદે ખરેખર પ્રશંસનીય કામ કર્યું છે. સોનૂ સૂદે કેટલાક મજૂરોને બસથી તો કેટલાક મજૂરોને ટ્રેનથી પોતાના ખર્ચે મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા.
ત્યારે હવે એક્ટર હજુ પણ લોકોની મદદમાં લાગેલો છે. હાલમાં સોશિયલ મીડિયા પર મેસેજ મળ્યા બાગ સોનૂએ પટનાના બેઘર પરિવારને ઘર આપવાનું વચન આપ્યું છે.વાત એમ છે કે, એક સોશિયલ મીડિયા યૂધપે સોનૂને પટનાની એક તસવીર મોકલી અને લખ્યું કે, ‘સર આ મહિલાના પતિનું મોત થઈ ગયું છે. તે પટનામાં રહેતી હતી. મકાનમાલિકે ઘર બહાર કાઢી મૂકી. એક મહિનાથી તે બે નાના બાળકો સાથે રસ્તા પર ભૂખી-તરસી દિવસો પસાર કરી રહી છે. તમે પ્લીઝ મદદ કરો.
એક્ટરે જવાબમાં લખ્યું કે, ‘આ પરિવારને કાલે છત મળી જશે. આ નાના બાળકો માટે એક ઘર જરૂરથી હશે’. સોનૂનું આ ટ્વીટ વાયરલ થયા બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે,સોનૂ સૂદે લોકડાઉન દરમિયાન કેરળના કેટલાક મજૂરોને એરલિફ્ટ કરાવ્યા હતા.
તેની સાથે સોનુંએ પ્રવાસી મજૂરો અને ગરીબોની મદદ કરી રહેલા સોનૂ સૂદે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તે લોકડાઉન દરમિયાનના પોતાના અનુભવ પરથી એક પુસ્તક લખશે. આ પુસ્તકનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ પ્રવાસી મજૂરોની આટલી મદદ કરનાર સોનૂ સૂદને ‘ભારત રત્ન’ આપવાની માગ ઉઠી છે.