પંજાબી અભિનેત્રી અને બિગ બોસ 13ની સફળ સ્પર્ધક રહેલ એવી શહનાઝ ગિલના પિતા સંતોખ સિંહને મારી નાખવા માટેની ધમકી ફોન પર આપવામાં આવી છે. ધમકી આપવાવાળાએ કહ્યું છે કે તેમને દિવાળી પહેલા તેમના ઘરમાં ઘૂસીને મારી નાખવા માટે કહેવામાં આવ્યું છે.
આ વાત પછી સંતોખ સિંહએ પોલીસમાં ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે આની પહેલા ગયા વર્ષે બે અજાણ્યાં હુમલાખોરોએ તેમની પર હુમલો પણ કર્યો હતો. જો કે આ હુમલામાં તેઓ માંડ માંડ બચી ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે શહનાઝ ગિલના પિતા યાત્રા કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમના ફોન પર અજાણ્યાં નંબર પરથી ફોન આવે છે. તેઓ ફોન ઉપાડે છે તો બીજી બાજુથી વાત કરવાવાળો વ્યક્તિ તેમની સાથે ગાળાગાળી કરવા લાગે છે.
એ પછી તે તેમને દિવાળી આપહેલા ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ ઘટના પછી તેમના પરિવારએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તમને હાલમાં જણાવી દઈએ કે શહનાઝના પિતા સંતોખ સિંહને આની પહેલા પણ મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. તેઓ વર્ષ 2021માં ભાજપમાં શામેલ થયા હતા અને 25 ડિસેમ્બરએ બે અજાણ્યાં લોકો બાઇક પર આવી તેમની પર ફાયરિંગ કર્યું હતું. આ પછી તેમના સુરક્ષાકર્મીઓ તેમને બચાવવા માટે દોડે છે તો તે જોઈને હુમલો કરવાવાળા ભાગી જાય છે.
આ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા હતા. આ ઘટના ત્યારે ઘટે છે જ્યારે સંતોખ સિંહએ અમૃતસરથી વ્યાસ જઈ રહ્યા હતા અને જનડિયાલ ગુરુના એરિયા પસે આવેલ ઢાબામાં રોકાયા હતા.
શહનાઝના કામની વાત કરીએ તો તે સલમાન ખાનની આવનાર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. તમને જણાવી દઈએ કે શહનાઝ બિગ બોસ 13ની એક સ્પર્ધક હતી તે દરમિયાન તેને ખૂબ દર્શકોનો પ્રેમ મળ્યો હતી.
તે આ શોના ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી. આ પછી હવે સતત ચર્ચામાં છે. શહનાઝ ગિલ ઘણા મ્યુઝિક વિડીયોમાં પણ દેખાઈ ચૂકી છે.