કોરોના વાયરસનો કહેર દેશ અને દુનિયામાં છે, અને તેના કારણે સમગ્ર ભારતમાં 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવાયું છે. તેમ છતાં હજુ પણ ઘણા લોકો નિયમનું પાલન ન કરી કામ વગર બહાર નીકળે છે. આવા લોકોને સલમાન ખાને હવે આડે હાથ લીધા છે. સલમાન ખાન હાલ તેના પનવેલ ફાર્મહાઉસમાં માતા, બંને બહેનો, જમાઈ અને અમુક મિત્રો સાથે છે. સલમાને ઇન્સ્ટાગ્રામ પર સાડા નવ મિનિટનો વીડિયો શેર કરીને લોકોને કડક ભાષામાં ઘરે જ રહેવા સમજાવ્યું છે.
https://www.instagram.com/tv/B_Arunbl6nW/?utm_source=ig_web_copy_link
સલમાન ખાન વીડિયોની શરૂઆતમાં જ કહે છે કે, આ ટીવી વાળું બિગ બોસ નથી. અત્યારે અસલી જિંદગીમાં બિગ બોસ ચાલી રહ્યું છે. અમે બે દિવસ અહીંયા રજા માટે આવ્યા હતા અને હવે અહીંયા જ છીએ. કામથી આવેલ લોકો પણ અહીંયા જ છે. ઘરમાંથી કોઈ બહાર નથી નીકળતું. બસ નજીકના ગામડામાં શાકભાજી, કરિયાણું માટે એક મિત્ર ગયો હતો.
સલમાને આખી વાત કરી કે, પોલીસની નાકાબંધી છે એટલે તે મિત્રને રોકવામાં આવ્યો. જોકે તેની પાસે પાસ છે. પોલીસે પૂછપરછ કરી તે સમયે આ મિત્રએ માસ્ક કાઢીને વાત કરી. પોલીસે તેને ઘરે મોકલી દીધો. આ વાત મને ઘરે આવીને તેણે કહી ત્યારે મેં પણ કહ્યું કે આ ખોટું કર્યું. તેણે માસ્ક કાઢવાની જરૂર ન હતી.
સલમાને આગળ વાત કરી કે, સરકારે કહ્યું છે કે ઘરમાં રહો, સોશિયલ ગેધરિંગ્સ ન કરો. મિત્રોને ન મળો, આઇસોલેશનમાં રહો. ઘરમાં પરિવાર સાથે રહો. આ બધું આપણા માટે છે. નમાઝ પઢવી છે તો ઘરે કરો, પૂજા પાઠ કરવા છે તો ઘરે કરો. પોલીસ અધિકારીઓની પણ વાત કરી કહ્યું કે, તમે જો દોસ્તાર સાથે આમ ફરવા ન નીકળતા હોત તો તમારા પુઠ્ઠા પર દંડા ન મારત. એ લોકોને પણ આવું કરવામાં કઈ મજા નથી આવતી. કરિયાણું, શાકભાજી લેવા જાવ.. કોણ રોકે છે તમને. માસ્ક પહેરો, ગ્લવ્સ પહેરો, એકલા જાઓ.
ડોક્ટર્સ, નર્સ, પોલીસ, બેન્કવાળા આ બધાને શું કોરોના વાઇરસ નહીં થાય? તેમ છતાં તેઓ 18-18 કલાક કામ કરી રહ્યા છે. તમારા માટે કામ કરી રહ્યા છે. તમને રોકવા માટે નહીં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા.