બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસ માટે આઠ હોટલની વ્યવસ્થા કરી છે. અહીંયા પોલીસકર્મીઓ આરામ કરી શકશે અને તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીનો આભાર માનતી એક ટ્વીટ કરી હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું, રોહિત શેટ્ટી મુંબઈની આઠ હોટલમાં ઓન ડ્યૂટી પોલીસકર્મીઓ માટે આરામ, શાવર-ચેન્જ કરવા માટે, બ્રેકફાસ્ટ તથા ડિનર માટેની વ્યવસ્થા કરી છે. અમે આ પ્રકારના સહયોગ માટે, કોરોના સામે લડવામાં તથા મુંબઈને સલામત રાખવા માટે મદદ કરવા બદલ રોહિતનો આભાર.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં રોહિત શેટ્ટીએ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝમાં 51 લાખ રૂપિયા દાનમાં આવ્યા હતાં. આટલું જ નહીં રોહિત શેટ્ટીએ ફોટોગ્રાફર્સના અકાઉન્ટમાં દસ-દસ હજાર રૂપિયા જમા પણ કરાવ્યા હતાં.