બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂરની મોડીરાતે અચાનક તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે 67 વર્ષની વયે બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરને કેન્સરની સારવાર માટે મોડીરાતે એચએન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ બોલિવૂડના અન્ય દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું પણ કેન્સરના કારણે મોત થયું હતું.
કપૂર પરિવારથી રણધીર કપૂર અને ઋષિ કપૂરના નિધનના સમાચાર કન્ફર્મ થયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડીરાતે તેમને એચએન રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ રણધીરે જણાવ્યું કે તેમને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી.
તબિયત લથડતા ઋષિ કપૂર લગભગ 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરે કહ્યું છે કે ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની પત્ની નીતુ કપૂર પણ તેમની સાથે છે.
આપણે જણાવી દઈએ કે વર્ષ 2018 માં ઋષિ કપૂરને કેન્સરની ઓળખ થઈ હતી. જે બાદ તેની સારવાર લગભગ 8 મહિના સુધી ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી. અગાઉ ન તો ઋષિ કપૂર કે તેના પરિવારે આ રોગનો ખુલાસો કર્યો ન હતો, પરંતુ બાદમાં ઋષિ કપૂરે જાતે લોકોને માહિતી આપી હતી કે તેમને કેન્સર છે અને હવે તેમની સ્થિતિ સુધરી છે.