એક્ટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ અનેક એવી વાતો સામે આવી રહી છે જે ન માત્ર રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી રહી છે પરંતુ કેટલીક ઘટનાઓ મુંબઈ પોલીસને પણ શંકાના ઘેરામાં લાવી રહી છે. હવે રિયા ચક્રવર્તીની કૉલ ડિટેલ્સને જોતા ચોંકાવનારી ઘટના સામે આવી છે.
બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસની સૌથી મહત્વપૂર્ણ કડી રિયા ચક્રવર્તીનું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યા છે. મુંબઇમાં ભલે તપાસની ગતિ ધીમી હોય, પરંતુ સીબીઆઇને તપાસના આદેશ મળતાં રિયા ચક્રવર્તી 6 લોકો વિરૂદ્ધ સીબીઆઇએ એફઆઇઆર નોંધવામાં આવી છે. એટલું જ નહી, રિયા વિરૂદ્ધ ઇડી પણ તપાસ કરી રહી છે. તો બીજી તરફ બિહાર પોલીસે પણ તપાસ ચાલુ રાખી છે.
સૂત્રોના અનુસાર હવે રિયા ચક્રવર્તીને ગત એક વર્ષના ફોન કોલ ડિટેલ્સ જે સામે આવી છે, તેમાં એ દર્શાવવામાં આવ્યું છે કે રિયાએ ગત એક વર્ષમાં કોની-કોની અને કેટલી વાર ફોન પર વાત કરી.
મળતી માહિતી અનુસાર સુશાંત કેસમાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. DCP અભિષેક ત્રિમુખે સાથે રિયાની વાતચીત થઇ હોવાનું સામે આવ્યું છે. જણાવાય રહ્યું છે કે સુશાંતના મોત બાદથી રિયા ચક્રવર્તી સતત બાંદ્રા ડીસીપીના સંપર્કમાં હતી અને તેમણે અનેક વખત ડીસીપીનો કૉલ પણ કર્યો હતો.
કૉલ ડિટેઇલ્સને જોતા સામે આવ્યું છે કે, રિયા ચક્રવર્તીઅને બાંદ્રા ડીસીપી અભિષેક ત્રિમુખ વચ્ચે સતત ચાર વખત ફોન પર વાત થઇ છે. તો મેસેજ દ્વારા પણ સંપર્ક કર્યો છે. જે માહિતી સામે આવી છે કે તેમના અનુસાર રિયાએ 21 જૂને બાંદ્રા ડીસીપી સાથે ફોન પર 28 સેકેન્ડ સુધી વાત કરી હતી.
22 જૂને ડીસીપીએ રિયા માટે મેસેજ મોકલ્યો હતો. ત્યારબાદ ડીસીપી અભિષેક ત્રિમુખે 22 તારીખે જ રિયા સાથે ફોન પર 29 સેકેન્ડ સુધી વાત પણ કરી. બાદમાં 8 દિવસ બાદ ફરી ડીસીપી અભિષેક ત્રિમુખ તરફથી રિયા ચક્રવર્તીને ફોન લગાવવામાં આવ્યો.
ત્યારે 66 સેકેન્ડ સુધી બન્ને વચ્ચે વાતચીત થઇ. ત્યારબાદ કેટલાક દિવસો સુધી એકબીજા સાથે કોઈ વાત નહોતી થઇ, પરંતુ 18 જુલાઈએ એક વખત ફરી રિયા તરફથી ડીસીપીને ફોન લગાવવામાં આવ્યો.
આ ફોન કૉલ્સ પર મુંબઈ પોલીસનું કહેવું છે કે આ કૉલ રિયાને જ્યારે બાંદ્રા પોલીસ સ્ટેશન અને સાંતાક્રૂઝ સ્ટેશન બોલવવામા આવી તે સમયનો છે. રિયાને સ્ટેટમેન્ટ દાખલ કરાવવા માટે બોલાવવામાં આવી હતી. આ ફોન કૉલ ઓફિશિયલ કારણે કરવામાં આવ્યો હતો.
હવે જાણ થાય કે આ વાતચીત ત્યારે થઇ છે જ્યારે સમય સુશાંત મામલે મુંબઈ પોલીસની કાર્યવાહી ચાલી રહી હતી. કેટલાક લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. તે તપાસ વચ્ચે એક ડીસીપી સતત તે શખ્સના સંપર્કમાં રહેવું જેના પર કેટલાક પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે, મનમાં સવાલો ઉભા થાય છે.