જે મઝા ક્રાઈમ થ્રિલર અને સસ્પેન્સ વેબ સિરીઝ માં છે તે બીજી કોઈ શૈલીમાં નથી! આવી વેબ સિરીઝ માં, જો સ્ટોરી પર કામ કરવામાં આવે છે અને તે સ્ક્રીન પર સારી રીતે પ્રસ્તુત થાય છે, તો પછી દર્શકો અંત સુધી વેબ સિરીઝ સાથે જોડાયેલા રહે છે. અનદેખી આવી જ એક વેબ સિરીઝ છે. ‘ અનદેખી ‘ વેબ સિરીઝની વાર્તા હિમાચલ પ્રદેશના મનાલીમાં રહેતા અટવાલ પરિવારની આસપાસ ફરે છે.
‘અનદેખી’ વેબ સિરીઝને તેની સ્ટોરી અને એડિટિંગ વિશેષ બનાવે છે. સિદ્ધાર્થ સેનગુપ્તા, મોહિન્દ્ર પ્રતાપ સિંહ, ઉમેશ પડાલકર અને વરુણ બડોલાની અનદેખી ને ડિરેક્ટ આશિષ શુક્લાએ કરી છે.આ સિરીઝ માં કોઈ જાણીતો ચહેરો નથી, જેના નામે તમે આ સિરીઝ ને જોવા માટે ઉત્સાહિત થઈ શકો, પરંતુ જ્યારે આ સિરીઝ સમાપ્ત થશે તમે તેના બધા કલાકારોના ચાહક બની જશો.
અપેક્ષા પોરવાલ, અની જોયા, અંકુર રાઠી, અભિષેક ચૌહાણ, આંચલ સિંહ, વરૂણ ભગત, હર્ષ છાયા અને દેબેન્દુ ભટ્ટાચાર્ય જેવા દમદાર કલાકારોની વેબ સિરીઝ અનદેખી ના બધા જ સીન બેમિસાલ છે. આ બધા કલાકારો પોતપોતાના રોલમાં એકદમ ફિટ બેસે છે.
સિરીઝમાં નેગેટિવ વસ્તુની વાત કરીયે તો નિર્માતાઓએ કેટલાક દ્રશ્યોને વાસ્તવિકતાની નજીક નથી રાખ્યા જેમકે નિર્માતાઓએ અટવાલ કુટુંબને ખૂબ શક્તિશાળી બતાવ્યું છે, પરંતુ બંગાળનો એક પોલીસકર્મી તેમને ખૂબ પરેશાન કરે છે કે તેમના બધા માણસો ફફડવાનું શરૂ કરી દે છે, જે થોડું વિચિત્ર છે.
જો તમને રોમાંચક ક્રાઇમ થ્રીલર અને સસ્પેન્સ આધારિત વેબ સિરીઝ જોવી ગમે છે, તો તમને અનદેખી જોવી જરૂરથી ગમશે. ટેકનિકલી પણ આ સિરીઝ જોરદાર છે.સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને એડિટિંગ પણ કમાલની છે.