Prabhas New Movie: ‘કલ્કી 2898 એડી’ની ભવ્ય સફળતા બાદ હવે એક્ટર પ્રભાસ પોતાની નવી ફિલ્મોની તૈયારી શરૂ કરવા જઈ રહ્યો છે. પ્રભાસના ચાહકો તેની આગામી ફિલ્મો પર નજર રાખી રહ્યા છે. અહેવાલ છે કે તેની નવી ફિલ્મની જાહેરાત 22મી ઓગસ્ટે થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા ફિલ્મની સ્ટોરી પર અપડેટ સામે આવ્યું છે.
આવતા મહિને જાહેર થનારી આ ફિલ્મનું નિર્દેશન હનુ રાઘવપુડી કરશે, જેમણે અગાઉ દુલકર સલમાન અને મૃણાલ ઠાકુર સાથે ‘સીતા રામમ’ બનાવી છે. આ ફિલ્મ પીરિયડ રોમેન્ટિક ડ્રામા હશે. આવી સ્થિતિમાં ફિલ્મમાં જૂના જમાનાની વાર્તા જોવા મળશે તે સ્વાભાવિક છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, લેટેસ્ટ અપડેટ એ છે કે પ્રભાસની આ ફિલ્મ સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝના સમય પર આધારિત છે, જેમાં દર્શકો પ્રભાસને એક સૈનિકની ભૂમિકામાં જોશે. આપણે જાણીએ છીએ કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી. ફિલ્મમાં પ્રભાસ આઝાદ હિંદ ફોજના સભ્ય તરીકે જોવા મળશે.
હનુ રાઘવપુડી દ્વારા નિર્દેશિત ‘સીતા રામમ’ પણ એક પીરિયડ રોમેન્ટિક ડ્રામા હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી અને હવે તેઓ આવી જ બીજી ફિલ્મ લઈને આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે તે ફરીથી ‘સીતા રામમ’ જેવો જાદુ ફેલાવી શકશે કે કેમ. 25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તેણે વિશ્વભરમાં 94.28 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા