કહેવાય છે કે તમે મહેનતુ છો અને તમારી અંદર કઈક કરવાની ધગસ છે તો તમારી કિસ્મત બદલાતા વાર નથી લાગતી. આવું જ કઈક થયું છે મેંગલોરમાં રહેનારા ફોટોગ્રાફર વિવેક સિકવેરાની સાથે. જણાવી દઈએ કે વિવેક સિકવેરા એ ફોટોગ્રાફર છે જેણે ઈશા અંબાણી અને આનંદ પિરામલનું લગ્ન કવર કર્યું છે અને આ લગ્નમાં ૧ લાખ ૨૦ હજાર ફોટાઓ પાડ્યા છે.
બુકિંગ દરમ્યાન ખબર નહોતી કે કોના લગ્નની તસ્વીરો ખેચવાની છે:
ખાસ વાત તો એ છે કે વિવેક સીક્વેરાને આ વાતની જાણ જ નહોતી કે કોના લગ્નના ફોટા પાડવાના છે. આ વિષે વિવેકે મીડિયાને જણાવ્યું હતું કે ‘જુન મહિનામાં તેને આ પ્રોજેક્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. અને આ સમયે મને અંબાણીના લગ્ન વિષે કોઈ માહિતી આપવામાં ન આવી હતી. ફક્ત એવું કહેવામાં આવ્યું હતું કે તમે ૧ થી લઈને ૧૫ ડિસેમ્બર સુધીની તારીખો બુક કરી દો.’
આ પ્રોજેક્ટ બાદ તમારી જિંદગી બની જશે:
વિવેક જોડે વાતચીત બાદ તેમના જોડે થી તેમની પ્રોફાઈલ અને કામના સેમ્પલ માંગવામાં આવ્યા હતા અને તે જોયા બાદ તેમને ઓક્ટોબર માં ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નનો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો. વિવેકને પ્રી-વેડીંગ માં પહોચ્યા બાદ પણ ખ્યાલ ન હતો કે તે કોના ફોટા ખેચવા જાય છે. જયારે તેમેણે આના વિષે પૂછ્યું તો તેમને કહેવામાં આવ્યું કે આ ‘આ પ્રોજેક્ટ બાદ તમારી જિંદગી બની જશે.’
૧૭ સભ્યોની ટીમ સાથે ૧.૨ લાખ ફોટાઓ લીધાં:
વિવેકે ૨ અને ૩ ડિસેમ્બરના રોજ પિરામલ પરિવારની વાસ્તુ પૂજા અને ૮ અને ૯ ડિસેમ્બરે ઉદયપુરમાં પ્રી-વેડિંગ સેરેમની કવર કરી હતી. ત્યાર બાદ, તેમણે ૧૨ મી , ૧૩ મી અને 14 મી ડિસેમ્બરે લગ્નથી લઈને રિસેપ્શન ઇવેન્ટ્સમાં પણ ફોટોગ્રાફ્સ લીધા હતા. વિવેકે આ દરેક ઇવેન્ટ્સમાં ૧૭ સભ્યોની ટીમ સાથે ૧.૨ લાખ ફોટાઓ લીધાં છે અને તેમની આ ટીમમાં ૬ ફોટોગ્રાફર, ૬ વીડિઓગ્રાફર, અને ડ્રોન ઓપરેટર પણ હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ બધું તૈયાર કરવા માટે તેમની પાસે એક મહિનાનો સમય છે.
પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા વિવેક સિકવેરા:
ઈશા અંબાણીનું લગ્ન કવર કરનાર વિવેક સિકવેરા વર્ષ ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, અને ૨૦૧૪ માં ‘બેસ્ટ વેડિંગ ફોટોગ્રાફર’ નો એવોર્ડ જીતી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે એક પ્રોફેસનલ ફોટોગ્રાફર બનતા પહેલા વિવેક એક પેટ્રોલ પંપ પર કામ કરતા હતા. એક દિવસે તેમના એક મિત્રએ તેમને ફોટોગ્રાફર બનવાની સલાહ આપી હતી. જેના પછી તેમણે પેટ્રોલ પંપ પર મેનેજર પાસેથી સિક્યોરીટી ડીપોજીટ માંગી અને ૭ હજારમાં એક કેમેરો ખરીદ્યો. પરંતુ સિક્યોરીટી ડીપોજીટ નીકળવામાં માટે તેમને પોતાની નોકરી પણ છોડવી પડી હતી.