નોરા ફતેહીએ થોડા જ દિવસો પહેલા પેરિસના એક સ્ટેડિયમમાં ડાન્સ કરીને લોકપ્રિયતા મેળવી છે. આ સ્ટેડિયમમાં પરફોર્મ કરનારી તે પ્રથમ સેલિબ્રિટિ બની છે.આંતરરાષ્ટ્રીય સ્તરે આ તેની પ્રથમ કોન્સર્ટ હતી. તેણે ‘દિલબર, સાકી સાકી, કમરિયા અને એક તો કુમ ઝિંદગાની ‘ જેવા હીતો પર ફરફોર્મ કર્યું હતું.
આ માટે તે છેલ્લા છ મહિનાથી તૈયારી કરી રહી હતી. હવે તે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે તરખાટ મચાવાની છે.
નોરાએ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ સાથે અંગ્રેજીની એક કોમર્શિયલના પોપ સોન્ગ માટે કોલોબરેશન કર્યું છે. જે આ વરસે રિલીઝ થવાનું છે. ‘ હું આ પ્રોજેક્ટ માટે ઉત્સાહિત છું,’ તેમ નોરોએ જણાવ્યુ હતું. નોરાએ આગામી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના પાત્રને ન્યાય આપવા માટે તે મિક્સ માર્શિયલ આર્ટસ અને એકશન દ્રશ્યોની તાલીમ લઇ રહી છે.
નોરાની વરુણ ધનવ સાથેની ‘સ્ટ્રીટ ડાન્સર ૩’ને મળવી જોઇતી હતી તેવી સફળતા મળી નથી. હવે તેને પોતાની જાતને એક પરફોર્મર તરીકે સ્થાપિત કરવી છે. પેરિસના શોની સફળતાથી નોરાનો ઉત્સાહ વધી ગયો છે.
તેણે બોલીવૂડના ગીતો પર ડાન્સ કરવાની સાથેસાથે પોતાના અંગ્રેજી સિંગલ્સ પણ ગાયા હતા.