વર્ષ 2016 માં ભારતીય સેનાના ઉરી બેઝ પર આતંકવાદી હુમલો થયો હતો. આ પછી, ભારતીય સૈન્ય પલટવારમાં પાકિસ્તાની સરહદમાં પ્રવેશી અને આતંકવાદીઓના લોંચિંગ પેડ્સને નષ્ટ કરી દે છે. ભારત સરકારે આ પલટવારને સર્જિકલ સ્ટ્રાઈકનું નામ આપ્યું હતું.
આ સર્જિકલ સ્ટ્રાઈક પર વિકી કૌશલ અભિનીત ફિલ્મ ઉરી: સર્જિકલ સ્ટ્રાઈક આવી ચૂકી છે. હવે સોની લિવ પર આ ઘટનાના આધારે એક વેબ સિરીઝ આવી રહી છે, જેમાં તેની પાછળની સ્ટોરી કહેવામાં આવશે.
અવરોધઃ ધ સીજ વિધિન નામની સિરીઝમાં સર્જિકલ સ્ટ્રાઈકને લગતી એક અનટોલ્ડ સ્ટોરી બતાવવામાં આવશે. સોની લિવના તાજેતરમાં રિલીઝ થયેલા શો ‘અનદેખી’, ‘યોર ઓનર’ને સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે ૩૧ જુલાઈએ આ પ્લૅટફોર્મ પર ‘અવરોધઃ ધ સીજ વિધિન’ નામની સિરીઝ રિલીઝ થવાની છે.
જ આચાર્ય નિર્દેશિત આ સિરીઝ સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલા ઉરી અટૅક અને સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે જેમાં અમિત સાધ, દર્શન કુમાર, મધુરિમા તુલી, નીરજ કાબી, વિક્રમ ગોખલે સહિતના કલાકારો છે.
અમિત સાધ આ શોમાં એક આર્મી ઑફિસરના રોલમાં જોવા મળશે. ઍમેઝૉન પ્રાઈમની સિરીઝ ‘બ્રીધ’ માટે અમિત સાધનાં વખાણ થઈ રહ્યાં છે ત્યારે આર્મી ઑફિસરના રોલમાં અમિતને જોવાની મજા પડશે.