મિત્રો બૉલીવુડની ફેમસ જોડી દીપવીરના લગ્ન પછી જે વ્યકિતના લગ્નની ચર્ચા થઈ રહી છે, તે વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યકિતમાના એક મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી છે. ઇશા અંબાણી 12 ડિસેમ્બરના રોજ મુંબઈના ઉદ્યોગપતિ આનંદ પીરામલની સાથે સાત જન્મોના બંધનમાં બંધાઈ જશે. આ દિવસોમાં બંનેના લગ્ન પહેલા લગ્નનું કાર્ડ અને ભેટમાં મળનારા બાંગ્લાઓની કિંમતો કોઈની પણ ઊંઘ ઉડાવી શકે છે.
જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન ટૂંક સમયમાં થવાના છે, તેમની સગાઇ થઇ ચુકી છે અને હવે લગ્ન કાર્ડ પણ લોકોને આપવાના શરૂ કરી દીધા છે. આ લગ્નમાં બોલીવુડથી લઈને દેશની મોટી મોટી હસ્તીઓ આવવાની છે, આ લગ્નની તૈયારી શરૂ થઈ ચુકી છે અને આને જોતા લાગી રહ્યું છે કે લગ્ન દુનિયામાં સૌથી મોટું હશે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે લગ્ન કાર્ડ વહેચવાના શરૂ થઇ ચુક્યા છે અને આ લગ્નનું સૌથી પહેલું કાર્ડ જેને આપવામાં આવશે તેને જાણીને તમે આશ્ચર્ય પામશો.
જણાવી દઈએ કે ઇશા અંબાણીના લગ્નનું પ્રથમ કાર્ડ કેદારનથ અને બદ્રીનાથના નામ પર બનાવવામાં આવ્યું છે અને મુકેશ અંબાણી 1 કિ.મી. સુધી પગપાળા ચાલીને આ કાર્ડને લઈને ગયા હતા અને તેઓ ત્યાં જઈને ભગવાનને 51 લાખ રૂપિયા ભેટમાં આપી અને દર્શન કરીને પાછા આવ્યાં હતા. તેની સાથે તેમણે તેમની દીકરી અને જમાઈના સુખી જીવન જીવવા માટે પ્રાથર્ના પણ કરી. તાજેતરમાં ઇશાને સાસરીપક્ષ તરફથી 452 કરોડનો મુંબઈમાં સી-ફેસિંગ બંગલો પણ મળવાનો છે. એટલું જ નહીં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિ ઉદયપુર અને લગ્ન મુંબઈમાં થશે. આ લગ્નમાં કુલ મળીને એવું કહી શકાય કે લગ્નના ખર્ચનો આંકડો અબજો સુધી પહોંચી શકે છે જે વધારે નહીં કહેવાય.
ઇશા અંબાણીનાં આ કાર્ડની કિંમત 3 લાખ રૂપિયા છે અને આ કાર્ડની સૌથી વિશિષ્ટ વાત એ છે કે જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે તેમાં ગાયત્રીમંત્ર સંભળાય છે જેને શુભ માનવામાં આવે છે. તાજેતરમાં 14 થી 15 નવેમ્બરે દિપીકા અને રણવીર સિંહના લગ્ન થઈ ચુક્યા છે, જેની ચર્ચા હજુ સુધી થઇ રહી છે, આ લગ્નને અત્યાર સુધીમાં સૌથી મોટા લગ્ન માનવામાં આવ્યા છે, હવે રસપ્રદની વાત એ છે કે અંબાણીની દીકરી ઈશા અંબાણી ના આ લગ્ન વિશ્વના સૌથી મોટી લગ્ન બનશે કે નહીં?