12મી ડિસેમ્બરે આનંદ-ઈશાના લગ્ન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નનો કાર્યક્રમ ઉદયપુરમાં શરૂ થઈ ચૂક્યો છે. 8 અને 9 ડિસેમ્બરે આ કાર્યક્રમ ઉદયપુરમાં યોજાશે તો 12મી ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન થશે. ઈશા અંબાણી પીરામલ પરિવારની વહુ બનવા જઈ રહી છે. ત્યારે મળી ઈશાના નવા પીરામલ પરિવારના બધા સદસ્યોને…
આ કામ કરે છે ઈશાના ભાવી સાસુ-સસરા
આનંદના પિતા અજય પીરામલ શ્રીરામ ગ્રુપ અને પીરામલ ગ્રુપના ચેરમેન છે. આ બંને કંપનીઓનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયા છે. પીરામલ ગ્રુપનું માર્કેટ કેપ 72,000 કરોડ રૂપિયા છે. આનંદની માતા અને ઈશા અંબાણીની ભાવી સાસુ સ્વાતિ પીરામલ પણ મોટી હસ્તી છે. તે પીરામલ ગ્રુપની વાઈસ ચેરપર્સન છે. તેમને સરકાર દ્વારા પદ્મશ્રી સન્માન મળેલું છે. તેમની પાસે મુંબઈ યુનિવર્સિટીથી મેડિકલની ડિગ્રી અને હાવર્ડ સ્કૂલથી પબ્લિક હેલ્થમાં માસ્ટર્સ ડિગ્રી છે. તેઓ પીરામલ ગ્રુપનું કામકાજ જુએ છે.
ઈશાની નણંદ પરિવારના ફેમિલી બિઝનેસમાં કાર્યરત
આનંદની બેહેન નંદિની પીરામલ છે. તે પીરામલ ગ્રુપમાં ઓવર ધ કાઉન્ટર બિઝનેસ અને એચઆર ઓપરેશન જુએ છે. તેણે પીરામલ હેલ્થકેર અને અબોટ ડીલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નંદિનીને 2014માં યંગ ગ્લોબલ લીડર એવોર્ડ મળ્યો હતો. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાથી બીએ અને સ્ટેનફોર્ડથી એમબીએ કર્યું છે.
નણદોઈ પીરામલ ફાર્માના બોર્ડમાં
નંદિનીના પતિ પીટર ડી યંગ છે. તેઓ પીરામલ ગ્રુપમાં મોટી ભૂમિકા ભજવે છે. પીટર પીરાલમ ક્રિટિકલ કેરના સીઈઓ છે. આ ઉપરાંત તેઓ પીરામલ ફાર્માના ઓપરેટિંગ બોર્ડમાં છે. આ પહેલા તેઓ મૈકેંજી એન્ડ કંપનીમાં નોકરી કરતા હતી. પીટર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ છે.
રિયલ એસ્ટેટમાં છે આનંદ પીરામલ
તો ઈશા અંબાણીનો થવારો પતિ આનંદ પીરામલ પણ હાવર્ડથી ભણી ચૂક્યો છે. તે પીરામલ ગ્રુપમાં ઈડીના પદ પર છે. આનંદ પાસે રિયલ એસ્ટેટ બિઝનેસ છે. આનંદે યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે.