બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલિવુડમાં ઘણા બધા મુદ્દા સામે આવ્યા છે, જેમા નેપોટિઝમએ સૌથી મહત્વનો મુદ્દો છે, સુશાંતની આત્મહત્યાને લઇ મુંબઇ પોલીસનો તપાસનો સિલસિલો યથાવત છે,જેમા મોટા મોટા સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે.ત્યારે આ મુદે મહત્વનો સમાચાર આવી રહ્યા છે.
બોલિવૂડના પ્રોડ્યુસર અને આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટને સોમવારે 12.00 વાગ્યાની આસપાસ બાંદ્રા પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને તેમને નિવેદન લેવમાં આવ્યા અને લગભગ બે કલાક સુધી તેમની પૂછપરછ કરાઈ હતી.
આ સમયે તેમની સાથે આ કેસના તપાસ અધિકારી તથા તેમની ટીમ હાજર રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ બે કલાક બાદ તેઓ તેમના ઘરે પહોંચી ગયા છે.રવિવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનીલ દેશમુખે જણાવ્યું હતું કે સુશાંતની આત્મ હત્યાના મામલે મહેશ ભટ્ટ તથા કરણ જોહરના મેનેજરની પૂછપરછ કરવામાં આવશે.
ત્યાર બાદ એમ કહેવામાં આવ્યું હતું કે કરણ જોહરના મેનેજરની નહીં પરંતુ તેના ધર્મા પ્રોડક્શનના સીઇઓ અપૂર્વ મહેતાની પૂછપરછ કરાશે. હવે મહેશ ભટ્ટને પોલીસ સ્ટેશને બોલાવીને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે કયો નવો ખુલાસો થનારો છે.
સુશાંત સિંહ રાજપૂત કરન જોહર સાથે ફિલ્મ ડ્રાઇવમાં કામ કરી ચૂક્યા છે. સુશાંતના નિધન બાદ હવે જ્યારે કરન જોહરનું નામ સામે આવ્યુ છે ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ નિવેદન આપ્યુ છે કે કરન જોહરના મેનેજરની પણમ પૂછપરછ કરવામાં આવે. બની શકે કે આ બંને સેલેબ્સની પૂછપરછ બાદ બીજા મોટા સેલેબ્સની પૂછપરછનો દોર શરૂ થઇ જાય. આ પહેલા પણ આદિત્ય ચોપરા, રિયા ચક્રવર્તી, સંજય લીલા ભણસાલી વગેરેની પૂછપરછ થઇ ચૂકી છે.
થોડા સમય પહેલા અનિલ દેશમુખે નિવેદન આપ્યુ હતુ કે સુશાંત આત્મહત્યા કેસમાં સીબીઆઇ ઇન્કવાયરીની કોઇ જરૂર નથી મુંબઇની પોલિસ આ કેસને સોલ્વ કરવામાં સક્ષમ છે, હવે આ પ્રકારના પગલા બાદ તેમના નિવેદનને તેમણે ગંભીરતાથી લીધુ હોય તેમ લાગી રહ્યું છે. મહેશ ભટ્ટ પર રિયા ચક્રવર્તી સાથેના આડાસંબંધોનો પણ આરોપ છે.