દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નામે વધુ એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ મેગેઝિનની રિયલ ટાઈમ અબજોપતિના લિસ્ટમાં મુકેશ અંબાણીની સંપતિ 42.1 અબજ ડોલર આંકવામાં આવી છે. આ ઉપલબ્ધિમાં તેમની પુત્રી ઈશા નું પણ યોગદાન છે.
ઈશા અંબાણી
ઈશા અંબાણી એક સકસેસફુલ બિઝનેશ વુમેન છે ૧૯૯૧ માં જન્મેલ ઈશા અને તેનો ભાઈ આકાશ ટ્વીન્સ છે. ઈશા હાલ રિલાયન્સ જિયોની જવાબદારી સંભાળી રહ્યા છે. ઈશા રિલાયન્સની ટેલિકોમ અને રિટેલ કંપનીઓની ડિરેક્ટર છે. રિલાયન્સમાં જોડાયા પહેલા તે અમેરિકામાં ગ્લોબલ કંસલ્ટન્સી ફર્મ મેકિંસેમાં કામ કરી ચૂકી છે. ઈશાએ તેનો અભ્યાસ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૩ માં યેલ યુનિવર્સીટીમાંથી સાઈકોલોજી અને એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
ગ્રેજ્યુએશન કર્યા બાદ ઈશાએ અમેરિકાની ગ્લોબલ કન્સલટન્સી ફર્મ મેકીન્સમાં કામ કર્યું હતું. અહીં તે બિઝનેસ એનાલિસ્ટ હતી. ત્યારબાદ તે રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલની ડિરેક્ટર બની હતી. ઈશા અંબાણી જ્યારે 16 વર્ષની હતી, ત્યારે તેનું નામ ફોર્બ્સની ટોપ 10 કરોડપતિ ઉત્તરાધિકારીની લિસ્ટમાં બીજા ક્રમ પર આવેલું હતું. આ ઉંમરમાં રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીમાં 80 મિલીયન ડોલરના શેયર્સની માલિક બની ગઈ હતી.
ઈશા અંબાણી દેશની સૌથી અમીર અને સક્સેસફુલ બિઝનેસ વુમનમાંથી એક છે. ઈશા ફેમિના મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ પણ કરવા ચૂકી છે. ખબરોની માનીએ તો ફેમિના માટે તે અત્યાર સુધીનું સૌથી મોંઘુ ફોટોશૂટ હતું.
વર્ષ ૨૦૧૫ માં ઈશા અંબાણીનું નામ ફોર્બ્સની સૌથી નાની અરબપતિ બિઝનેશ વુમનની યાદીમાં બીજા નંબર પર સામેલ કરવામાં આવ્યું હતું.
આ સિવાય વર્ષ ૨૦૧૫ માં ઇશાનું નામ એશિયાની ૧૨ સૌથી પાવરફુલ બિઝનેસ વુમનની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઈશાની પર્સનલ લાઈફ વિશે લોકો ઓછુ જાણે છે. ઈશા અંબાણીને પિયાનો વગાડવાનો શોખ છે. પોતાની પાસે આટલા બધા પૈસા હોવા છત્તાં ઈશા ઘણી સિમ્પલ રીતે રહેવાનું પસંદ કરે છે. બોલિવુડના ઘણા સિલેબ્સ તેના મિત્રો છે, પરંતુ તે સ્પોટલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે યેલ યુનિવર્સિટીની સોકર ટીમનો હિસ્સો રહી ચૂકી છે.