તારીખ 20 ઓક્ટોબર, 1957ના દિવસે કેદારનાથ ભટ્ટાચાર્યના નામે જન્મેલા સિંગર કુમાર સાનુ બોલિવૂડના જાણીતા સિંગર છે. 62મા વર્ષમાં પ્રવેશેલા સિંગર કુમાર સાનુના ગીતો 1990ના દાયકામાં બોલિવૂડમાં ધૂમ મચાવતા હતા. તેઓ બોલિવૂડના હિટ સંગીતકાર જેવા કે નદીમ-શ્રવણ, અનુ મલિક, જતીન-લલિત, હિમેશ રેશમિયા, રાજેશ રોશન, વિજુ શાહ સાથે અનેક હિટ ગીતો આપી ચૂક્યા છે.કુમાર સાનુને બોલિવૂડની ફિલ્મ જેવી કે આશિકી, સાજન, દીવાના, બાઝીગર, 1942 અ લવસ્ટોરી, પરદેસ, કુછ કુછ હોતા હે, હમ દિલ દે ચુકે સનમમાં હિટ ગીત ગાવા બદલ અનેક એવોર્ડ મળ્યા છે.
વર્ષ 2009માં તેઓને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ હિન્દી અને ગુજરાતી સહિત કુલ 30 ભાષાઓમાં ગીત ગાઈ ચૂક્યા છે.કુમાર સાનુએ એક જ દિવસમાં 28 ગીતો રેકોર્ડ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આજ સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. અમેરિકામાં Michael R. Turner તરફથી ભારતીય સિંગર કુમાર સાનુના નામે તારીખ 31 માર્ચનો દિવસ કુમાર સાનુ દિવસના નામે જાહેર કરવામાં આવ્યો છે. તેમણે વર્ષ 1991થી 1995 સુધી એક પછી એક સતત પાંચ ફિલ્મફેર એવોર્ડ બેસ્ટ સિંગરની કેટેગરીમાં જીત્યા હતા.