લોકો ને ઝૂમવા પર પ્રોત્સાહિત કરતુ “છોગાળો રાસ” મચાવી રહ્યું છે ધૂમ,દેશ વિદેશ થી લોકો થયા સામેલ
હાલ ની સ્થિતિ એ લોકો ને પોતાના પરિવાર નું મહત્વ સમજાવ્યું છે એજ પરિવાર “છોગાળો રાસ” વીડિઓ સાથે જોડાયું .. જાણીતા પ્લેબેક સિંગર જેમને “તુમ તક” “ મુઝમે તુ ” “સ્વીટી સ્વીટી ” “ડેલી બેલી ” “સત્યમેવ જયતે ” “માશા અલ્લા ” “ફોટો કોપી” વગેરે વગેરે જેવા અનેક બોલીવુડ અને ગુજરાતી ફિલ્મો માં જેમને પોતાના અવાજ થી મંત્ર મુઘ કર્યા છે એવા કીર્તિ સાગઠીયા (Keerthi Sagathia) ની એક વિશિષ્ઠ પહેલ એટલે “છોગાળો રાસ” .
મોજ રાસ ની અને મસ્તી ગીત અને સંગીત ની નુ સમન્વય એટલે છોગાળો રાસ , જે ગીત ની રચના જુહી પાર્થ ઠક્કર , દ્વારા કરવા માં આવી અને એમાં સુમધુર અવાજ આપ્યો કીર્તિ સગથીયા અને સાંત્વની ત્રિવેદી . જેનું ગીત કમ્પોઝ કર્યું છે કીર્તિ સાગઠીયા (Keerthi Sagathia).
એક તરફ છે સાતમી પેઢી કીર્તિ સાગઠીયા અને બીજી તરફ છે યુટ્યુબ સેન્સેસન સાંત્વની ત્રિવેદી . હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને પોતાના ચાહક વર્ગ સુધી પહોચવા માટે સંગીત અને મસ્તી ભરેલી સાથે સાથે તમામ ફેંસ અને દર્શકો સાથે નવરાત્રી ની ઉજવણી પરિવાર સાથે કરવા ની પહેલ છે.આ એક ઓડિયો અને મ્યુઝીક વિડીઓ છે
ગરબા રસિકો આ વર્ષે નિરાશ ના થાય એ માટે કીર્તિ સાગઠીયા અને એમની ટીમે એક નિશુલ્ક સ્પર્ધા નું આયોજન સોસીયલ મીડયા ના માધ્યમ થી કર્યું હતું જેમાં આ ગીત નું એક સંગીત ઈન્ટરનેટ પર મુકવા માં આવ્યું હતું જેથી કેવલ ગુજરાત કે ભારત નહિ દેશ વિદેશ માં વસતા ગરબા પ્રેમીઓ પોતાના ઘરે જ અને પરિવાર સાથે જ પોતાના મોબાઈલ પર વીડિઓ શૂટ કરી ને ટીમ કીર્તિ સુધી પોહ્ચતા હતા અને એમાંથી પસંદગી પામેલ વિડીઓ આ વિડીઓ માં સંકળાયેલા છે
એટલુજ નહિ પરંતુ ચાર થી વધુ વધુ લોકો જો વીડિઓ માં સામેલ થાય , કોવિડ ની ગાઈડ લાઈન ને ધ્યાન માં રાખી માસ્ક અને સામાજિક અંતર ને ધ્યાન માં રાખી ને વીડિઓ પસંદ કરી ને સામેલ કરવા માં આવ્યા. જેથી પરિવાર અને અન્ય લોકો ની સુરક્ષા બનેલી રહે .
આ ગીત બનાવવા પાછળ સંગીત આપવા માં મહત્વ ની ભુમિકા ભજવી છે નાઈઝલ ડીલમાં,હનીફ અસલમ, તેજસ વિનચુલકર,વેસ્ટર્ન કોરસ સિંગર ગ્વેન ડાયેસ ,અને રાયણ ડાયેસ આ તમામ લોકો જાણીતા સંગીતકાર સાથે કામ કરવા નો અનુભવ ધરાવે છે .
તમામ લોકો આ ગીત ને માણી સકે એ માટે ઓડિયો પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને ઓફિસિયલ વીડિઓ કીર્તિ સાગઠીયા ( Keerthi Sagathia ) યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે .
આ ગીત માં વીડિઓ ૧૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો અને એમાં ૩૫ થી ૪૦ જેવા વિડીઓ નો સમાવેશ છે , વિશેષ વાત એ છે ગરબા ગુજરાત સુધી સીમિત નહિ પરંતુ દેશ વિદેશ સુધી ગરબા પ્રેમીઓ વસેલા છે યુગાન્ડા,યુકે,યુ એસ એ,કેનેડા,જેવા અનેક દેશ માં વસતા પરિવારો એ આ સ્પર્ધા માં ભાગ લઇ ને પોતાની ગરબા પ્રત્યે ની ભાવના વ્યક્ત કરી છે . આ સ્પર્ધા માં જેઓ ભાગ નથી લઇ શક્યા એવા તમામ ગરબા રસિક પરિવારો ને આ ગીત પર ગરબા રમી અને પોતાના સોસીયલ મીડિયા પર મુકવા ની અપીલ કીર્તિ સાગઠીયા અને તેમની ટીમ એ કરેલ છે જેથી આ વર્ષ ની નવરાત્રી સામાજિક સુરક્ષા ને ધ્યાન માં રાખી ને નૈતિક જવાબદારી સમજી ને સૌ ભેગા મળી પરિવાર રાત્રી તરીકે ઉજવીએ.