કોરોના વાયરસે દેશ અને દુનિયામાં તો કહેર મચાવ્યો જ છે પરંતું જ્યારથી બોલિવુડ સિંગર કનિકાકપૂરનો કરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી બોલિવુડમાં જ નહિ પરંતુ આખા દેશમાં તહેકો મચી ગયો હતો.
પરંતુ હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે,કનિકા કપૂરે કોરોનાવાઈરસ સામેની જંગ જીતી લીધી છે. કનિકા કપૂરનો સતત બેવાર કોરોનાવાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જોકે, ડોક્ટર્સે તેને સાવધાની રાખવાનું કહ્યું છે અને ઘરમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહેવાનું કહ્યું છે. કનિકા કપૂરનો રવિવારે થયેલો કોરોનાવાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. કનિકાનો આ છઠ્ઠીવખત ટેસ્ટ કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે કનિકા લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લીધી હતી. કનિકાનો ચોથી એપ્રિલએ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ પહેલાં ચાર વખત તેના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં.
ઘણાં દિવસો હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રહેવાને કારણે કનિકા કપૂર પરિવાર તથા બાળકોને ઘણાં જ યાદ કરતી હતી. તે પરિવાર તથા બાળકો સાથે વીડિયો કોલ દ્વારા વાત કરતી હતી.
ભલે કનિકાએ કોરોના સામેનો જંગ જીતી લીધો હોય પરંતુ તેની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. કનિકા બોલિવૂડની પહેલી સેલિબ્રિટી હતી, જે કોરોનાવાઈરસનો ભોગ બની હતી. કનિકા વિરુદ્ધ લખનઉના સરોજની નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા હેઠળ 188, 269 તથા 270 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કનિકા પર કાયદાનું પાલન ના કરવાનું તથા બેજવાબદારીભર્યું વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કનિકા વિરુદ્ધ ત્રણ એફઆઈઆર કરવામાં આવી છે.