અત્યારે કોરોના વાયરસની સાથે સાથે જે શબ્દ સૌથી વધુ ચર્ચામાં છે એ છે આત્મનિર્ભર ત્યારે હવે સિંગર્સ રાઇટ્સ એસોસિએશન સાથે સંકળાયેલા દેશના 200 દિગ્ગજ ગાયકોએ એક મંચ પર આવીને આત્મનિર્ભર ભારતના સન્માનમાં એક ગીતની રચના કરી છે. આ ગીતનું ટાઇટલ ‘જયતુ જયતુ ભારતમ’ છે. આ ગીતના રચનાકાર જાણીતા લેખક-કવિ પ્રસૂન જોષી છે. આ ગીતને જાણીતા સંગીતકાર શંકરમહાદેવને લયબબદ્ધ કર્યુ છે.
ભારતની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા, ‘જયતુ જયતુ ભારતમ’ ગીતમાં ઓછામાં ઓછી 16 ભારતીય ભાષાઓ શામેલ છે: સંસ્કૃત, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, આસામી, રાજસ્થાની, ભોજપુરી, સિંધી, ઓડિયા ભાષાનો આમાં સમાવેશ થાય છે.
શા ભોંસલે, અલકા યાજ્ઞિક, અનુપ જલોટા, હરિહરન, સોનુ નિગમ, કૈલાશ ખેર, કવિતા કૃષ્ણમૂર્તિ, કુમાર સાનુ, એસપી બાલાસુબ્રહ્મણ્યમ સહિતના પ્રખ્યાત ભારતીય ગાયકોએ આ ગીતને પોતાના સૂરીલો કંઠ આપ્યો છે.