આ દુનિયાના હંમેશા માટે વિદાય આપી ચૂકેલા બોલિવૂડ અને હોલિવૂડના જાણીતા અભિનેતા ઇરફાન ખાન દુનિયાભરમાં અનેક લોકોના મનમાં ખાસ જગ્યા ધરાવે છે. આજે પણ તેમના જવાનું દુખ તેમના અનેક ફેન્સને છે. જો કે અભિનયની દુનિયાના લોકો ભલે ઇરફાન યાદ કરે પણ. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ઇગતપુરીની પાસે એક ગામ છે જેણે ઇરફાન ખાનને અનોખી રીતે શ્રદ્ઘાંજલિ આપી છે.
આ ગામના લોકોએ આ વિસ્તારનું નામ ઇરફાન ખાનના નામ પર રાખ્યું છે. ઇરફાન ખાનનું અહીં ફાર્મ હાઉસ છે. આ વિસ્તારનું નામ તેમણે હિરો ચી વાડી રાખ્યું છે. અને ગામની આ પહેલાથી આ વિસ્તારના લોકોએ પણ તેની સરાહના કરી છે.
ઇરફાન ખાનના જીવનની અનેક સુંદર યાદો આ ગામ સાથે જોડાયેલી છે. મહારાષ્ટ્ર ટાઇમ્સની રિપોર્ટ મુજબ લોકોએ જાતે જ આ વિસ્તારનું નામ તેના નામ પર રાખવાનો નિર્ણય કર્યો. ઇરફાન ખાનનું ફાર્મ હાઉસ અહીં ઇગતપુરી જિલ્લાના ત્રિલંગવાડી ફોર્ટની પાસે છે. આ ગામના લોકોથી ઇરફાન ખાનને ખાસ લગાવ હતા. અનેક મહત્વના સમય પર તે ગામના લોકોને મળવા જતો.
આ ગામના લોકોએ પણ ઇરફાન સાથે જોડાયેલી પોતાની અનેક યાદોને તાજા કરી. આ ગામના લોકોને ઇરફાને અનેક સમયે મદદ કરી છે. તે અહીંની શાળામાં પણ દાન આપી ચૂક્યા છે. અને ગામમાં તેમણે પ્લોટ પણ ખરીદ્યો હતો. આ ગામના લોકો આ જ કારણે આ વિસ્તારનું નામ ઇરફાનના નામે આપ્યું કારણ કે તેણે આ વિસ્તારના વિકાસમાં ખૂબ સહયોગ આપ્યો હતો.
ઇરફાન અહીંના સ્કૂલના બાળકોને પુસ્તકો, રેનકોટ, સ્વેટર જેવી વસ્તુઓ ડોનેટ કરી ચૂક્યા છે. વળી તે જ્યારે અમેરિકામાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યા હતા ત્યારે પણ તેમણે અહીં પોતાના સંબંધીઓને મોકલીને બાળકોની મદદ કરી હતી. ઇરફાન ખાનની આવી જ કેટલીય મદદ આ ગામના લોકો માટે સંભારણું બનીને રહી છે.
ઉલ્લેખનીય છે કે 29 એપ્રિલ 2020ના રોજ કેન્સર જેવી બિમારીથી લાંબા સમય માટે લડી ચૂકેલા ઇરફાનનું હોસ્પિટલમાં જ નિધન થયું હતું. જે પછી બોલિવૂડ અને તેમનો પરિવાર અને ફેન્સ શોકગ્રસ્ત થયા હતા.