હાલ આખા વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસને કારણે ભયનો માહોલ છે. દરેક તેનાથી બચવા અને બચાવ માટે વાતો કરી રહ્યા છે. કોરોના વાયરસનો પ્રભાવ ફિલ્મ ઉદ્યોગ પર પણ પડી રહ્યો છે. જેના કારણે કેટલાય ફિલ્મી પ્રૉજેક્ટ્સને કેન્સલ કરી દેવામાં આવ્યા છે.
તો હવે હજી એક મોટી ઇવેન્ટ જે 21 માર્ચના ભોપાલમાં તેમજ 27-29 માર્ચના ઇન્દોરમાં પહેલી વાર આયોજિત થનારા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી IIFA અવૉર્ડ સમારંભ ટાળી દેવામાં આવ્યો છે. તો IIFA એવૉર્ડની આગામી તારીખની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.
IIFA અવૉર્ડમાં દર્શકોની સંખ્યા ઘણી વધારે હોય છે. એવામાં તેમની હેલ્થ અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતાં મધ્ય પ્રદેશ સરકારે આ ઇવેન્ટ પોસ્ટપોન કરી દીધી છે.
હાલ આ માર્ચ 2020ના અંત સુધી રોકવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં થનારા આઇફાની આગામી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ઉલ્લખેનીય છે કે આઇફા જોવા માટે આખા વિશ્વમાંથી લોકો આવે છે. એવામાં ચાહકોનું પ્રવાસ કરવું યોગ્ય નથી. જેને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે મધ્યપ્રદેશના ઇન્દોર અને ભોપાલમાં આઇફા અવૉર્ડને લઈને જોર શોરમાં તૈયારીઓ થઈ રહી હતી. તો સ્ટાર્સ પણ આઇફામાં પરફોર્મ કરવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં આઇફામાં નોમિનેટ થનારી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશની કળા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.