દશેરાના દિવસે આખા દેશમાં જ નહીં પણ વિશ્વમાં ઘણી જગ્યાએ રાવણનું દહન કરવાનો રિવાજ છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એટલે સુધી કે અમુક ફિલ્મનું ટાઇટલ જ્યારે રાખવાનું હોય છે તો રાવણ નામનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાંથી અમુક ફિલ્મો તો આ પૌરાણિક પાત્રની સારી સ્ટોરી જણાવે છે. અમુક સોશિયલ ડ્રામા ફિલ્મો તો રાવણથી પ્રભાવિત થઈને જ બનાવવામાં આવી છે. દશેરાના તહેવાર પર આજે હું તમને 5 એવી ફિલ્મો વિષે જણાવી રહી છું કે જેના નામમાં રાવણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
1. નો રામા, રાવણ ઓન્લી : આ એક તમિલ ફિલ્મ છે આ ફિલ્મમાં બેબી નંદિની, અંકિત નાયડુ અને વીરાબ્રાહ્મણ નક્કા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મની કહાની 8 અલગ અલગ પાત્રોની આસપાસ ફરતી હોય છે. જએ સૈકોલોજીકલ મુશ્કેલીથી પીડાતાહોય છે અને પ્રેમથી બધુ સારું થઈ જાય છે.
2. રાવણ લીલા : આ આપણી ગુજરાતી ફિલ્મ છે, આ ફિલ્મના નામ પર ખૂબ બબાલ થઈ હતી આ પછી આ ફિલ્મનું ટાઇટલ ભવાઇ કરી દેવામાં આવ્યું હતું. પ્રતિક ગાંધી સ્ટારર આ ફિલ્મની કહાની એવી હતી જે રામ લીલામાં રાવણનો રોલ ભજવે છે અને તેને સીતા નામની યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મ 2021માં રીલીઝ થઈ હતી.
3. રાવણ લંકા : આ તેલગુ ફિલ્મ છે આ ફિલ્મમાં ચાર મિત્રોની કહાની છે જેઓ ગોવા જાય છે તેમાંથી એકની અચાનક મૃત્યુ થઈ જાય છે. બાકીના બધા મિત્રો ગભરાઈ જાય છે અને ભાગી જાય છે, થોડા સમય પછી આમાંથી એકની ગર્લફ્રેન્ડનું કીડનેપ થઈ જાય છે. આ ફિલ્મ 2021માં રીલીઝ થઈ હતી.
4. આ ફિલ્મ 2012માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મ મરાઠી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી એક રાઘવ નામના સામાન્ય વ્યક્તિની છે. તેનું બાળપણ તેની માતાને લીધે બરબાદ થઈ જાય છે. તેનું કરિયર અને ગર્લફ્રેડએ એક યુવતીના લીધે બરબાદ થઈ જાય છે. જ્યારે ચોથી યુવતી તેના જીવનમાં આવે છે તો તે પણ તેના કેરેક્ટર પર આંગળી ઉઠાવે છે. પરિસ્થિતિ આ સામાન્ય રાઘવને રાવણ બનાવી દે છે અને પછી સિરિયલ કિલિંગ શરૂ થાય છે.
5. રાવણ રાજ : આ ફિલ્મ 1995માં રીલીઝ થઈ હતી તેનું નિર્દેશન ટી. રામા રાવએ કર્યું હતું. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, આદિત્ય પંચોલી, શક્તિ કપૂર અને મધુ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હતા. ફિલ્મમાં અપરાધ અને ભ્રષ્ટાચાર સામે લડતા મુંબઈની કહાની દેખાડવામાં આવી છે. અહિયાં ઘણી મહિલાઓનું એક સાથે અપહરણ થયું છે અને પોલીસ બધી તપાસ કરી રહી છે.