દુનિયામાં જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકોની મનોરંજનની રીત બદલાઈ ગઈ છે. પહેલા લોકો દર શુક્રવારે થિયેટરમાં ફિલ્મ જોવા જતા હતા, પરંતુ હવે ઓટીટીની દુનિયાને માણવા લાગ્યા છે. જો તમને પણ થિયેટર કરતાં ઓટીટીની દુનિયામાં વધુ રસ હોય તો અમે તમારા માટે શુક્રવાર ઓટીટી રિલીઝની યાદી લઇને આવ્યા છીએ. આ વીકેંડમાં જો તમે વિચારી રહ્યા છો કે ઘરે જ આરામ કરવો છે તો અમે તમારા માટે કેટલીક વેબ સીરિઝ અને ફિલ્મોનું લિસ્ટ લઇને આવ્યા છીએ, જે ઘરે બેઠા તમારું મનોરંજન કરશે. તો ચાલો નજર કરીએ આવી વેબ સિરીઝ અને ફિલ્મો પર.
જો તમે સાઉથ ઇન્ડિયન ફિલ્મોના શોખીન હશો તો તેમની વેબ સીરિઝ પણ તમને ખૂબ જ પસંદ આવશે. આ શુક્રવારે તમિલ વેબ સિરીઝ ‘સુઝલ’ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. આ એક ક્રાઇમ-થ્રિલર વેબ સિરીઝ છે. હવે જો તમે વિચારી રહ્યા છો કે તમને આ સીરિઝ કેમ સમજાશે તો ગભરાશો નહીં કારણ કે ‘સુઝલ’ હિન્દી સહિત 30 અન્ય ભાષાઓમાં રિલીઝ થશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વેબ સિરીઝના લેખક એ જ છે, જેમણે હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘વિક્રેમ વેધા’ લખી છે.
આશ્રમમાં પમ્મી પહેલવાનનું પાત્ર ભજવતી અદિતિ પોહનકર ફરી એકવાર કેસ સોલ્વ કરતી જોવા મળશે. આ શુક્રવારે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહેલી વેબ સિરીઝ ‘શી’ સીઝન 2 લોકોનું ઘણું મનોરંજન કરી શકે છે. આ સિરિઝમાં મુંબઇ પોલીસમાં કામ કરતા એક કોન્સ્ટેબલની કથા છે જે અંડર કવર બનીને ડ્રગ્સ માફિયાઓનો પર્દાફાશ કરે છે. આ શોના નિર્માતા અને લેખક ઇમ્તિયાઝ અલી છે.
જો તમે બોમન ઈરાનીના ફેન છો તો આ શુક્રવારે તમને એમની વેબ સિરીઝમાં જોવાની તક મળશે. ફેમિલી ડ્રામા વેબ સિરીઝ ‘માસૂમ’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ સીરીઝની સૌથી સારી વાત એ છે કે આ સાથે જ બોમન ઈરાની ઓટીટી ડેબ્યૂ કરી રહ્યા છે. બોમન ઉપરાંત દીપક તિજોરીની પુત્રી સમારા તિજોરી અને ઉપાસના સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.