દિપીકા પાદુકોણ બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે,તે હંમેશા કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહેતી હોય છે.ક્યારે તેની ફિલ્મો,તો ક્યારે તેના પતિ રણબીર સિંહ તો ક્યારે તેની ફેશન તેની સાથે દિપીકા સોશિયલ મિડિયા પર પણ ઘણી એક્ટિંવ રહે છે.
કરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં દીપિકાએ લાંબી મજલ કાપી છે. દીપિકાએ દમદાર એક્ટિંગની સાથે પોતાની સુંદરતાથી પણ લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે.વિવિધ ઈવેન્ટમાં પોતાના સ્ટનિંગ લૂકના કારણે દીપિકા ચર્ચામાં રહે છે.
ફેશનની વાત આવે ત્યારે દીપિકા તેના ફેન્સને ક્યારેય નિરાશ કરતી નથી. દીપિકાએ આ વાત તેના લેટેસ્ટ એરપોર્ટ લૂક પરથી સાબિત કરી દીધી છે.
એરપોર્ટ પર દીપિકાએ ડાર્ક ગ્રીન ટોપ અને મેચિંગ પેન્ટ તેમજ જેકેટ પહેર્યું હતું. દીપિકાના એરપોર્ટ લૂકને કમ્પલિટ કરતા હતા તેના ગોગલ્સ. આ તસવીરો જોઈને તમે પણ માની જશો કે સ્ટાઈલ મામલે દીપિકા કોઈનાથી પાછળ નથી.
વાત કરીએ દિપીકાના વર્કફંર્ટની તો દિપીકા તેના પતિ રણવીર સિંહ સાથે કપીલદેવની બાયોપીક 83માં જોવા મળશે.રણવીર સિંહ સાથે લગ્ન પછી આ જોડી પહેલીવાર સાથે જોવા મળશે. તેની તેના ફેન્સ પણ આ મૂવીને લઇને ઘણા ઉત્સાહિત છે.