કોરોનાની ત્રીજી લહેર બાદ કોરોના કેસમાં ઘટાડો જોવા મળતા લોકોમાં અને તંત્રમાં રાહત જોવા મળી હતી, જોકે છેલ્લા થોડા દિવસોથી ભારતમાં ફરી કોરોના કેસમાં ઉછાળો આવતા ફરી ચિંતા જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જરૂરી સૂચનો પણ આ મામલે આપ્યા છે. ત્યારે કોરોનાનેને લઇ લોકોએ સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે. આ વખતે કોરોનાએ બોલીવુડને ઝપેટમાં લીધું છે. પહેલા અક્ષય કુમાર અને હવે બોલીવુડના કિંગખાન શાહરૂખ પણ કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ કરણ જોહરની પાર્ટીમાં ગયેલ ૫૦ જેટલા સેલીબ્રીટી કોરોના સંક્રમિત થયા હોવાની આશંકા વ્યક્ત કરવમાં આવી રહી છે. ત્યારે કિંગખાન પણ કોરોના સંક્રમિત થાય છે. એ સાથેજ એક્ટ્રેસ કેટરીના કેફ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે.
દેશ ભરમાં કોરોનાની સ્થિતિનો જો વાત કરવામાં આવે તો દેશમાં ફરી એક વાર કોરોના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૨૮ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જે અંક ગઈકાલે ૪૨૭૦ હતો. ખાસ કરીને મુંબઈમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા છે, એકજ દિવસમાં 889 કેસ નોંધાયા છે.
મુંબઈમાં સતત કોરોના કેસમાં વધારો થવાને કારણ એ મહારષ્ટ્રમાં ફરી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. આવીજ સ્થિત રહી તો આગામી સમયમાં કોરોનાનો અંક મોટો થવાની સંભાવના સેવાઈ રહી છે. હાલ સમગ્ર દેશમાં ૨૪૦૦૦થી વધુ કોરોનાના એક્ટીવ કેસ છે.