નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે.અને નવા વર્ષની શરૂઆત સાથે જ કેટલા નવા એક્ટરર્સ તૈયાર છે. બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે બોલિવૂડ દર વર્ષે યંગ ટેલેન્ટને તક આપે છે. વર્ષ 2019માં પણ ઘણાં નવા ચહેરાઓ બોલિવૂડમાં આવ્યા અને હવે 2020માં પણ નવા ચહેરાઓ આવવાના છે, આમાં સ્ટારકિડ્સથી લઈ સાઉથના મોટા નામ સામેલ છે.
1. માનુષી છિલ્લર
વર્ષ 2017માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીતનાર માનુષી વર્ષ 2020માં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં જોવા મળશે.
આ ફિલ્મમાં માનુષી સંયોગિતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે..
.ફિલ્મના શૂટિંગ પહેલા સેટ પર હવન રાખવામાં આવ્યો હતો. જેની તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઇ હતા.
2. શાલિની પાંડે
તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની સફળતાની ક્રેડિટ વિજય દેવરાકોન્ડાને મળી પરંતુ ફિલ્મમાં પ્રીતિનો રોલ પ્લે કરનાર શાલિની પાંડેને ભાગ્યે જ કોઈએ નોટિસ કરી હતી.
તમિળ તથા તેલુગુ ફિલ્મ્સ બાદ હવે શાલિની બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
તે યશરાજ બેનરની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ સાથે જોવા મળશે.ફિલ્મનું ફર્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું જેમા રણવીર સિંગ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.
3. ક્રિસ્ટલ ડિસોઝા
‘એક હજારો મેં મેરી બહના હૈં’, ‘એક નઈ પહચાન’ જેવી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલી ક્રિસ્ટલ વર્ષ 2020માં બોલિવૂડ ડેબ્યૂ કરશે.
અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ચેહરે’માં જોવા મળશે. ક્રિસ્ટલ સોશિયલ મીડિયામાં ઘણી જ લોકપ્રિય છે.
ક્રિસ્ટલ પહેલાં આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ કીર્તિ ખરબંદાને લેવામાં આવી હતી.પરંતુ હવે આ ફિલ્મ કીર્તિની જગ્યા પર ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા જોવા મળશે.
4. આલિયા ફર્નીચરવાલા
પૂજા બેદીની દીકરી આલિયા ‘જવાની જાનેમન’થી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાનની દીકરીના રોલમાં જોવા મળશે.
ડિરેક્ટર નીતિન કક્કરની આ ફિલ્મમાં તબુ પણ જોવા મળશે.
આ ફિલ્મમાં સૈફ અલી ખાન એકદમ કૂલ લુકમાં જોવા મળે છે.આ ફિલ્મનું પ્રથમ લુક પોસ્ટર બહાર પડવામાં આવ્યું હતું જે બધાને ખૂબ પસંદ આવ્યું.
5. અહાન શેટ્ટી
સાજીદ નડિયાદવાલા બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીના દીકરા અહાનને લોન્ચ કરવાના છે.
સાજીદે સુનીલ શેટ્ટીને 1993માં ‘વક્ત હમારા હૈં’માં બ્રેક આપ્યો હતો.
હવે, સાજીદ તેલુગુ ફિલ્મ ‘RX100’ની હિંદી રિમેકમાં અહાનને લોન્ચ કરશે. આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થવાની છે.
6. કીર્તિ સુરેશ
66મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ફિલ્મ ‘મહાનટી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનાર કીર્તિ બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે.
તે અજય દેવગનની ફિલ્મ ‘મૈદાન’માં જોવા મળશે. આ ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે.
સૈયદ અબ્દુલ રહીમ ઈન્ડિયન ફૂટબોલના પિતામહ કહેવાય છે. તેમના સમયને ઈન્ડિયન ફૂટબોલનો ગોલ્ડન સમય પણ કહેવામાં આવે છે