આપણે જ્યારે પણ બોલિવૂડની અભિનેત્રીઓને જોઈએ છીએ, ત્યારે સૌથી પહેલા એ જ સવાલ થાય છે કે, આ અભિનેત્રીઓ આટલી સુંદર કઈ રીતે દેખાઈ છે. તેમના વાળ, સ્કિન, અને ફિગર-ફિટનેસને જોઈ સૌ કોઈ આ અભિનેત્રીઓના દિવાના થઈ જાય છે. પણ જો તમે એવું વિચારતા હોઉ કે, કોઈ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી આટલી સુંદરતા મેળવે છે, તો તમે ખોટા સાબિત થશો. ઘણો બધો મેકઅપ અને કેમિકલથી સ્કિન ખરાબ થાય છે. એટલા માટે બોલિવૂડની આ હસીનાઓ પોતાની ખૂબસુરત સ્કિન બનાવવા માટે હોમમેડ નુસખા અપનાવે છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ કોઈ પણ પ્રકારના મેકઅપ વગર પણ તે એટલી જ સુંદર લાગે છે. આલિયાની ફ્લોલેસ અને ગ્લોઈંગ સ્કિન કોઈને પણ આકર્ષિત કરી શકે છે. પણ તેની આ ખૂબસુરતી પાછળ જવાબદાર છે મુલ્તાની માટી. આલિયા પોતાના ફેસ પર મુલતાની માટીનો ફેસ પેક લગાવે છે. આ પેક સ્કિનમાં ઓઈલ અને પ્રોડક્શનને કંટ્રોલ કરે છે, જેના કારણે ફેસ પર એક્ને, પિંપલ્સ અને ડાઘ થતાં નથી.
કરિના કપૂર
જો ફ્લોલેસ સ્કિનની વાત કરવામાં આવે તો, સૌથી પહેલા કરિના કપૂરની આવે. પોતાની સ્કિનને સોફ્ટ અને સ્મૂથ બનાવવા માટે કરિના મધનો ઉપયોગ કરે છે. હકીકતમાં જોઈએ તો, મધ સ્કિન અને નેચરલ મોઈશ્ચર માટે ઉપયોગી છે. જેના કારણે સ્કિન ડ્રાઈ થતી નથી. સાથે સ્કિનમાં રહેલી ધૂળ અને ગંદકી બહાર નિકાળી સ્કિનમાં ગ્લોઈંગ અને રેડિએંટ બનાવવામાં મદદ કરે છે.
કેટરિના
પોતાની નેચરલ બ્યૂટી માટે જાણીતી કેટરિના કૈફને ખૂબ જ મેકઅપ કરવો ગમે છે અને એજ કારણ છે કે, પોતાની નેચરલ બ્યૂટી બને રહે તે માટે તે ઘર પર ક્લે માસ્કનો ઉપયોગ કરે છે. જેનાથી સ્કિનને જરૂરી ત્તત્વો મળી રહી છે. સાથે જ સ્કિનનું મસાજ કરવા માટે કેટરિના બ્યૂટી ઓઈલનો પણ ઉપયોગ કરે છે.
અનન્યા પાંડે
બોલિવૂડની ન્યૂકમર એક્ટ્રેસ અનન્યા પાંડેની વાત કરીએ તો, અનન્યા દરેક સમયે પોતાની સાથે ગુલાબજળની બોટલ રાખે છે. તે રેગ્યુલર ઈંટરવલમાં પોતાના ફેસ પર સ્પ્રે કરતી રહે છે, જેથી તેના ફેસ પર તાજગી મહેસૂસ થાય. ઉપરાંત અનન્યા હળદર, દહીં અને મધનું મિશ્રણ કરી પેક ફેસ પર લગાવે છે. આ માસ્ક સ્કિનથી ધૂળ અને ચહેરા પરની ગંદકી હટાવી સ્કિનને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે.
અનુષ્કા શર્મા
અનન્યા પાંડેની માફક અનુષ્કા શર્મા પણ ગુલાબ જળની બોટલ હંમેશા સાથે રાખે છે. ઉપરાંત ઘરે બનાવેલા લિમડાના પાંદડાનો પેક પણ બનાવે છે. જેમાં અનુષ્કા લિમડાના પાંદડાને પીસી તેમા હળદર અને પાણી મિક્સ કરી પેસ્ટ બનાવે છે. જેને તે ચહેરા પર લગાવે છે.