રેઈડ 2
ફિલ્મ રેઈડ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી, જેમાં અજય દેવગન આઈઆરએસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે અભિનેતા તેની સિક્વલ સાથે મોટા પડદા પર ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. રેઇડ 2 1 મે, 2025 ના રોજ રિલીઝ થશે. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો તેમાં અજયની સાથે વાણી કપૂર, રિતેશ દેશમુખ જેવા કલાકારો જોવા મળશે.
દે દે પ્યાર દે 2
દે દે પ્યાર દે વર્ષ 2019માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. અજય દેવગન, રકુલ પ્રીત, તબ્બુ અને જીમી શેરગિલ જેવા સ્ટાર્સે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે અજયની આ ફિલ્મની સિક્વલ વર્ષ 2025માં આવશે. આ ફિલ્મમાં અજય અને રકુલની જોડી ફરી જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલા લવ રંજનની ફિલ્મ 1 મે, 2025ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 14 નવેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે.
અજય દેવગનની કેટલીક હિટ ફિલ્મો
રોહિત શેટ્ટી અને અજય દેવગનની જોડી પણ ઘણી હિટ છે. તેની મોટાભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. સિંઘમ ફિલ્મના તમામ ભાગો તેના ઉદાહરણ તરીકે જોઈ શકાય છે. અજય દેવગનની વધુ કમાણી કરતી ફિલ્મોમાં દ્રષ્ટિમ, દૃષ્ટિમ 2 અને સિંઘમ અગેઇનનો સમાવેશ થાય છે.