ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-14 શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે આ વખતે બિગ બોસ-14માં નવા ટ્વિસ્ટ અને ટર્નની સાથે સલમાન ખાન શોને હોસ્ટ કરતા જોવા મળશે. આ શોને લઈને હજી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ તો નથી થયું પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં અનેક અટકળો ચાલી રહી છે. સમાચારો મુજબ બિગ બોસ 14 ઓક્ટોબર 2020માં ઓનએર થઈ શકે છે. સાથે જ સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થઈ રહ્યાં છે કે સલમાને આ સીઝન માટે તેની ફીસ વધારી દીધી છે.
સલમાન ખાનને લઈને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે બિગ બોસ -14ની સીઝનના દરેક એપિસોડ માટે 16 કરોડ રૂપિયા ફીસ લેવાનો છે. તેણે બિગ બોસ 13 માટે લગભગ 12થી 14 કરોડ રૂપિયા ફીસ લીધી હતી. આમ તો સલમાન દરેક સીઝનમાં તેની ફીસમાં વધારો કરે છે.
બિગ બોસમાં વીકેન્ડના વારની દર્શકો ઉત્સુકતાની રાહ જુએ છે. સલમાન બિગ બોસને પરફેક્ટલી હોસ્ટ કરે છે. તે દર વીકેન્ડના વાર પર બિગ બોસના કન્ટેસ્ટન્ટની ક્લાસ લે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આ સીઝનમાં એકવાર ફરી કોમનર્સની એન્ટ્રી થઈ શકે છે, કારણ કે પાછલી સીઝનમાં માત્ર સ્ટાર્સને જ એન્ટ્રી મળી હતી. બિગ બોસ 14 માટે જાસ્મિન ભસીન, અલીશા પંવાર, આરૂષિ દત્તા, આકાંક્ષા પુરી, આંચલ ખુરાના, સાહિલ ખાન અને આમિર સિદ્દીકી જેવા સ્ટાર્સ જોવા મળી શકે છે.
તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13નો વિનર બન્યો હતો. જ્યારે આસિમ રિયાઝ ફર્સ્ટ રનરઅપ બન્યો હતો. જ્યારે સલમાન ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ રાધે : યોર મોસ્ટ વોન્ટેડ હીરોમાં જોવા મળશે. તેની સાથે દિશા પટની અને રણદીપ હુડ્ડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. લોકડાઉનને કારણે ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોર્ન કરવી પડી હતી. જોકે, હવે એવા સમચાર છે કે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ શકે છે.