કોરોના વાયરસે દેશભરમાં હાહા-કાર મચાવ્યો છે,કોરોના વાઇસર સામે રક્ષણ મેળવવા ભારત સરકારે જનતા કર્ફ્યુનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ રવિવારના રોજ જનતા કર્ફ્યુનું એલાન કર્યું છે. આ વિચારને લોકોએ વધાવી લીધો છે. જનતા કર્ફ્યુના સપોર્ટમાં અનેક સેલેબ્સ આગળ આવ્યા છે.
તેઓ લોકોને પણ જનતા કર્ફ્યુનો સપોર્ટ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરી લખ્યું કે, સમગ્ર દેશ જનતા કર્ફ્યુમાં રહેશે. હું આને સપોર્ટ કરું છું અને કાલે 22 માર્ચે સાંજે 5 વાગ્યે મારા ઘરની બારી, અગાસી પર જઈને તાળી, ઘંટી, શંખ વગાડીને એ દરેકનું સમ્માન કરીશ જે નિઃસ્વાર્થ, કઠિન પરિસ્થિતિઓમાં પણ મહત્ત્વપૂર્ણ સેવાઓ પૂરી કરવામાં કાર્યરત છે.
તેમણે આ ટ્વીટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે જેમાં લખ્યું છે ડોકટર ભગવાનનું બીજું રૂપ છે. અમિતાભ બચ્ચન કોરોના વાઇરસને લઈને ઘણી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
22 માર્ચના રોજ મોદીએ સવારે 7 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું એલાન કર્યું છે. ઉપરાંત સાંજે 5 વાગ્યે ઘરના દરવાજા પાસે કે બારી પાસે કે અગાસી પર આવીને જીવના જોખમે વિવિધ સેવાઓ પૂરી પાડનાર દરેક નિઃસ્વાર્થ કાર્યકરોનો આભાર માનવા પણ કહ્યું છે. તાળી પાડી કે થાળી વગાડી તેમનો આભાર માનવા કહ્યું છે.