હિન્દી સિનેમાના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચન એ વ્યક્તિ છે જેઓ ફક્ત આપણાં ડેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ ફેમસ છે. 11 ઓકટોબરએ તેઓ પોતાનો 80મઓ જન્મદિવસ ઉજવશે. આ ઉમરે પણ અમિતાભ બચ્ચન ખૂબ સારી રીતે કામ કરી જાણે છે. આજે તેમની ઉમરના કેટલાક જૂન કલાકારો એ આરામ કરી રહ્યા છે. તમને જાણવી દઈએ કે ફક્ત અમિતાભ બચ્ચન જ નહીં પણ તેમની પત્ની જયા પણ તેમને સારી રીતે સપોર્ટ કરે છે.
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન એ બૉલીવુડના આદર્શ કપલ માનવામાં આવે છે. આટલી ઉમર પછી પણ બંને વચ્ચે પ્રેમ ઓછો થયો નથી. અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસના આ અવસર પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલ કેટલીક ખાસ વાત જણાવી રહ્યા છે. ચાલો તમને આ કપલ વિષે જણાવીએ કેટલીક વાતો.
અમિતાભ બચ્ચન અને રેખાની પ્રેમ કહાની વિષે તો બધા જાણે જ છે. જયા બચ્ચન સાથે લગ્ન થયા પછી પણ જ્યારે અમિતાભ અને રેખાના અફેરની વાત સમાચાર પત્રમાં છપાતી હતી. આ વાતથી અમિતાભ બચ્ચનના ઘરમાં તણાવ રહેતો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે એકવાર અમિતાભ બચ્ચન શૂટિંગને લીધે બહાર ગયા હતા. આ ચાન્સ જોઈને જયા બચ્ચનએ રેખાને પોતાના ઘરે જમવા બોલાવી હતી.
સામેથી જયા બચ્ચનએ બોલાવી હતી એટલે પહેલા તો રેખાને થોડી નવાઈ લાગે છે અને તે થોડી ડરી જાય છે. પણ જ્યારે તે અમિતાભ બચ્ચનના ઘરે પહોંચે છે તો જયા બચ્ચનએ તેની સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો. તેને જમાડી અને ખૂબ હસી મજાક કરી. પણ જ્યારે રેખા જવા મેટ નીકળે છે ત્યારે જયા બચ્ચન રેખાને ફક્ત એક જ વાત કહે છે કે, ‘કાઇ પણ થઈ જશે, હું અમિતને નહીં છોડું.’ હવે સમજદાર વ્યક્તિને તો ઈશારો જ બહુ છે. આ પછી રેખા સમજી ગઈ કે હવે અમિતાભથી અલગ થવાનો સમય આવી ગયો છે. આ ઘટના પછી તે ક્યારેય પણ અમિતાભને મળતી નથી.
હમણાં જ અમિતાભ બછણની નાતિન નવ્યા નંદાએ પોતાનું પૉડકાસ્ટ શરૂ કર્યું છે. આ પૉડકાસ્ટમાં જયા બચ્ચન પણ શામેલ થઈ હતી. નવ્યાએ જયા બચ્ચનની એ સખીઓ વિષે સવાલ પૂછ્યો તો જયાએ જણાવ્યું હતું કે તેમની સાત સખીઓ છે જએ છેલ્લા કેટલાય વર્ષથી એકબીજા સાથે છે. પણ તેમની સખીઓનું ઘરે આવવું એ અમિતાભને પસંદ નથી. તેમણે કહ્યું કે મરી સખીઓ ઘરે આએ છે તો અમિતાભનો ચહેરો ઉતરી જાય છે.
આના જવાબમાં નવ્યા કહે છે કે કદાચ જયા બચ્ચનની સખીઓ અમિતાભ બચ્ચનને જોઈને અસહજ અનુભવતી હશે. ત્યારે જયાએ કહ્યું કે એવું નથી. તે પણ ઘણા સમયથી જાણે છે. વાત એમ છે કે તે હવે ઘરડા થઈ ગયા છે. તમે શરીરથી ઘરડા થઈ શકો છો પણ મનથી નહીં. જયાએ કહ્યું કે તે આજે પણ 18 વર્ષના યુવાન સાથે વાત કરી શકે છે.