મહામારી કોરોના વાઇરસ સામે ખુદનો જીવ જોખમમાં મૂકીને દિવસરાત લોકોની સારવાર કરનાર ડોક્ટર્સને ટ્રિબ્યુટ આપતું સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારની 2019ની ફિલ્મ ‘કેસરી’નું ‘તેરી મિટ્ટી’ સોન્ગ તેણે ડોક્ટર્સને સમર્પિત કર્યું છે. ડોક્ટર્સને સમર્પિત આ સોન્ગનું વર્ઝન શેર કરતા અક્ષયે લખ્યું કે, સાંભળ્યું હતું ડોક્ટર્સ ભગવાનનું રૂપ હોય છે પણ કોરોના વાઇરસની આ લડાઈમાં જોઈ પણ લીધું.
https://www.instagram.com/tv/B_WqhkqnQvL/?utm_source=ig_web_copy_link
ઓરિજિનલ સોન્ગના સિંગર બી પ્રાકે જ આ ટ્રિબ્યુટ સોન્ગ ગાયું છે. ‘કેસરી’ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા પણ સામેલ હતી. ઓરિજિનલ ‘તેરી મિટ્ટી’ સોન્ગનું પરિણીતી ચોપરાનું પણ એક વર્ઝન છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી.
કોરોના વાઇરસની જંગમાં લડત આપી રહેલ ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માનવા માટે અક્ષય કુમાર હંમેશાં આગળ રહ્યો છે. અગાઉ તેણે દિલ સે થેન્ક્યુ નામનું કેમ્પેન શરૂ કર્યું હતું. તેમાં તેણે ડોક્ટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ, હોમગાર્ડ,નગરપાલિકાના કર્મચારી વગેરેનો આભાર માન્યો હતો.
અક્ષય કુમારે અગાઉ મુસ્કુરાયેગા ઇન્ડિયા વીડિયો સોન્ગ પણ રિલીઝ કર્યું હતું જેમાં તેની સાથે અન્ય બીટાઉન સેલેબ્સ પણ સામેલ હતા. અક્ષય કુમારે પીએમ રિલીફ ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન પણ આપ્યું છે.