અક્ષયકુમારને બોલિવુડના ખિલાડી કુમાર કહેવામાં આવે છે.તેની સાથે તે સુપર હિટ ફિલ્મ માટે પણ ખૂબ જાણીતો છે. એવુ પણ કહેવામાં આવે છે કે અક્ષય કુમાર જે ફિલ્મ હોય એ ફિલ્મ સુપર હિટ માનવામાં આવે છે.
તેની સાથે બોલિવૂડમાં અક્ષયકુમાર સૌથી વધુ કમાણી કરનારો સુપરસ્ટાર મનાય છે. અક્ષય ફિલ્મમાં નફાની વહેંચણીમાં પોતાનો ભાગ લેતો નથી પરંતુ જે ફિલ્મમાં તે લીડ રોલ કરે છે તેમાં તેની ફી ઘણી વધારે હોય છે તેવી અટકળ થતી રહે છે.
મહત્વનું છે અક્ષય કુમાર લોકડાઉન દરમ્યાન પણ શૂટિંગ કરનારો એક માત્ર અભિનેતા હતો. અને હવે તેની આગમી ફિલ્મ આનંદ એલ. રાયની ફિલ્મ અતરંગી રે માં અક્ષયનો રોલ ખાસ મોટો નથી પરંતુ એમ મનાય છે કે આ માટે તે બમણી ફી વસૂલી રહ્યો છે. આ ફિલ્મ 27 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં ધનુષ અને સારા અલી ખાન મેઇન રોલમાં છે અને અક્ષય કુમારનો સ્પેશિયલ રોલ છે.
મળતી માહિતી મુજબ આનંદ એલ. રાયને આ ફિલ્મમાં ગેસ્ટ રોલ માટે એક મોટા સુપરસ્ટારની જરૂર હતી જે ફિલ્મની નેરેટિવ મુજબ પ્રભાવશાળી હોવો જરૂરી છે. તેમણે આ ફિલ્મ માટે રિતિક રોશનને ઓફર કરી હતી પરંતુ તે ઉપલબ્ધ ન હતો. અક્ષય કુમાર એક ફિલ્મમેકર તરીકે આનંદનો આદર કરે છે. અને તેણે આ ફિલ્મમાં ગેસ્ટ રોલ માટે મંજૂરી આપી દીધી
આ ફિલ્મમાં અક્ષયની બે સપ્તાહ માટે જરૂર પડવાની હતી. તે આવતા મહિને બેલબોટમ ફિલ્મના શૂટિંગ માટે લંડન જઈ રહ્યો છે અને ત્યાં જ શૂટિંગ પૂર્ણ કરી દેશે. ત્યાર બાદ તે આનંદ રાય અને પૃથ્વીરાજની ફિલ્મો માટે એક સાથે શૂટિંગ કરશે.