કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં લોકોને મનોરંજન મળી રહે તે માટે વિવિધ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યા છે. નાગપુર પોલીસે શેલ્ટર હોમમાં ઓપન થિયેટર સેટ અપ કર્યું હતું જેથી લોકો આ મહામારીના સમયમાં મનોરંજન મેળવી શકે. પહેલી ફિલ્મ તેમણે અજય દેવગણની ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ બતાવી હતી.
https://twitter.com/i/status/1252155990558027777
ટ્વિટર પણ તેમણે વીડિયો શેર કર્યું લખ્યું કે, ફિલ્મ જોવાથી ધ્યાન બીજી તરફ જાય છે અને ચિંતા ઓછી કરવાનો આ ઉત્તમ ઉપાય છે. આ ટ્વીટનો અજય દેવગણે રિપ્લાય કર્યો હતો. તેણે લખ્યું હતું કે, જો હું કે મારી ફિલ્મ કોઈપણ રીતે મદદ કરી શકતા હોય તો તેનાથી મને ખુશી મળે છે. ગ્રેટ એફર્ટસ.
અજય દેવગણે પીએમ રિલીફ ફંડમાં 1.1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ઉપરાંત તેણે FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોય્સ)ને 51 લાખ રૂપિયા આપ્યા છે.