લાંબા સમયથી ચર્ચામાં રહેલી શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હાલમાં જ આ ફિલ્મનો પ્રિવ્યૂ વીડિયો સામે આવ્યો હતો, જે લાઈમલાઈટમાં હતો. હવે લાંબા ઈંતજાર બાદ જવાનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાહરૂખ ખાનની એક્શન સ્ટાઈલ જોવા મળી રહી છે. એટલું જ નહીં આ ફિલ્મમાં વિજય સેતુપતિની શાનદાર ભૂમિકા પણ જોવા મળી રહી છે. શાહરૂખ ખાનના ફેન્સ ફિલ્મ જવાનનું ટ્રેલર જોયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અહીં જુઓ જવાનનું ટ્રેલર જોયા બાદ સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાઃ-
This scene will turn theatre into a stadium ️#JawanTrailerpic.twitter.com/XRMZp57aqy
— Javed (Fan) (@JoySRKian_2) August 31, 2023
#JawanTrailer is the bestest trailer i ever watched No other word can describe it! The stunts, the dilouge, bgm everything , it is pure class and mass. Oh my goodness srk’s voice + bgm = Treat
All the records will be shattered ⚡
B L O C K B U S T E R ⭐⭐⭐… pic.twitter.com/kXVGjgt6rm
— (@yagaa__) August 31, 2023
Just watched The #JawanTrailer .
What a trailer .
Good VFX ( on #ShahRukhKhan‘s face )
Great action By #Nayanthara , Deepika,@VijaySethuOffl as a villain
Finally after a long time such a good multi star movie is going to come which will save Hakla #SRK‘s career.@Atlee_dir pic.twitter.com/4VXXXDfWRy— कृष (@SKzFighterr) August 31, 2023
BOX OFFICE WILL BE ON RAMPAGE MODE ❤️
BOMBASTIC TRAILER #JawanTrailer #ShahRukhKhan #Nayanthara #VijaySethupathi #Atlee #Jawan pic.twitter.com/PjvT8UO39A
— Sanku (@Sanku_kya) August 31, 2023
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કિંગ ખાનના ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં જ જવાનનો પ્રિવ્યૂ વીડિયો રિલીઝ થયો હતો. જે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હવે પ્રીવ્યૂ વીડિયોની જેમ ટ્રેલરમાં પણ શાહરૂખ ખાનની એક્શન સ્ટાઈલ જોવા મળી રહી છે. ટ્રેલર પરથી એક વાત ચોક્કસ છે કે શાહરૂખ ખાન જવાન ફિલ્મમાં પોતાના અલગ અંદાજથી દર્શકોને ચોંકાવી દેશે. તેમના સિવાય જવાનમાં વિજય સેતુપતિ અને નયનતારાની સ્ટાઈલ પણ જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે જવાન કોઈ શંકા વિના દર્શકોને શાહરૂખના અલગ-અલગ વર્ઝનનો પરિચય કરાવવા માટે તૈયાર છે, જે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. જવાન એ એટલી દ્વારા દિગ્દર્શિત રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રેઝન્ટેશન છે, જે ગૌરી ખાન દ્વારા નિર્મિત છે અને ગૌરવ વર્મા દ્વારા સહ-નિર્માતા છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં 7 સપ્ટેમ્બર, 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા શાહરૂખ ખાન ફિલ્મ પઠાણમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનો એક્શન અવતાર પણ જોવા મળ્યો હતો. ફિલ્મ પઠાણ હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.